લમ્પી સ્કિન ડિસીઝ:પૂર્વ સરપંચ : એક અઠવાડિયામાં 25 ગાયનાં મોતવેટરનરી ઓફિસર : એક પણ પશુનું મૃત્યુ થયું નથી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપીપળિયા ગામે લમ્પીથી ગાયો મોતને ભેટી રહી હોવાની તસવીરો વાઇરલ

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાં પશુગણમાં લમ્પી સ્કિન ડિસીઝ (એલ.એસ.ડી.) નામની બીમારીનું પ્રમાણ જેટ ગતિએ પ્રસરી રહ્યું હોય તેવા માહોલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર આ રોગ વચ્ચે ગાય સહિતના પશુઓના મૃત્યુ થઇ રહ્યા હોવાના ચોંકાવનારા અહેવાલો વચ્ચે પશુપાલન વિભાગે સત્તાવાર રીતે સૌરાષ્ટ્રમાં એલ.એસ.ડી.થી 76 પશુનાં મોત અને 29,011 પશુમાં વેક્સિનેશનનો આંકડો જાહેર કર્યો છે આ સ્થિતિ વચ્ચે લોધિકાના નગરપીપળિયા ગામના પૂર્વ સરપંચ સહિતના ગ્રામજનો છેલ્લા એક અઠવાડિયામાં લમ્પીને કારણે 25 જેટલી ગાયનાં મોત થયાનું કહે છે, તો બીજી તરફ પશુપાલન વિભાગના વેટરનરી અધિકારી સપ્તાહમાં લમ્પીને કારણે એક પણ પશુનું મૃત્યુ થયું નથી, તેવું કહી રહ્યા છે.

લોધિકાના નગરપીપળિયા ગામના પૂર્વ સરપંચ કમલેશ સાકરિયા સહિતના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘અમારા ગામની વસ્તી 3500થી 3700 લોકોની છે. ગામમાં રખડતા ભડટકતા ઢોરની સંખ્યા અંદાજે 200 જેવી છે. છેલ્લા એક અઠવાડિયામાં અલગ અલગ કિસ્સામાં લમ્પીને કારણે 25 ગાયનાં મોત નીપજ્યા છે. ગામના પાદરમાં ગૌશાળામાં 100 ગાય છે, જેમાંથી 11 ગાયમાં લમ્પીના લક્ષણો દેખાયા હતા, જે પૈકી છ ગાયના મૃત્યુ થયા છે. સરકારી તંત્ર આ પ્રશ્નની દરકાર લઇ ગામના પશુગણનો સરવે કરી વેક્સિનેશન સહિતના યોગ્ય પગલાં ભરે તેવી માગણી છે.

’લોધિકા પંથકના પશુચિકિત્સક અધિકારી ડો.ફુલેતરાએ જણાવ્યું હતું કે, ‘મેં શુક્રવારે જ ગામની મુલાકાત લીધી હતી, ગામ તરફથી સમાચાર મળ્યા હતા, તે ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી. હાલની તકે મને પશુગણમાં લમ્પી સંલગ્ન કોઇ એક્ટિવ કેસ જોવા મળ્યા નથી. ગામમાં 1962ની સુવિધા પણ ઉપલબ્ધ છે. 15 દિવસ પહેલા ગૌશાળામાં આખલો અને એક ગાયના મૃત્યુ થયા હતા. છેલ્લા એક સપ્તાહમાં લમ્પીને કારણે એક પણ પશુનું મૃત્યુ થયું નથી.’

ગામમાં લમ્પીના ઉપદ્રવ વચ્ચે ગાયના મૃત્યુ થઇ રહ્યા છે
ગામના મહિલા સરપંચના પતિ ભાવેશભાઇ હરસોડાએ જણાવ્યું હતું કે, ‘ગામમાં પશુઓમાં લમ્પી વાઇરસ ફેલાઇ રહ્યો છે જેના કારણે ગાયના મૃત્યુ થયા છે. રખડતા ભટકતા પશુઓના વધુ પ્રમાણમાં મોત નીપજ્યા છે. ગાયમાં ફોડલા થઇ જવા, ટેમ્પરેચર વધી જવું જેવા અંશો જોવા મળ્યા બાદ ગાયોના મૃત્યુ થઇ રહ્યા છે. આ અંગે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માગણી છે.’

અન્ય સમાચારો પણ છે...