તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:રાજકોટના પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુને કોંગ્રેસમાં રસ નથી! કોંગ્રેસના સ્થાપની દિવસની ઉજવણીમાં ન આવ્યા

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાજકોટના પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુ - Divya Bhaskar
રાજકોટના પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુ
 • ભાજપમાંથી કોંગ્રેસમાં જનાર ભેસાણિયા પણ ગેરહાજર

રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 136મા સ્થાપના દિવસની ઉજવણી રાજકોટ શહેર કોંંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે કરવામાં આવી હતી. જોકે તાજેતરમાં ફરી કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને કોંગ્રસમાં રસ ન હોય તેમ કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણીમાં ગેરહાજર રહ્યા હતા.

રાજ્યગુરુ પહેલાથી જ સ્થાનિક કોંગ્રેસના મોટાભાગના નેતાઓ સાથે મનમેળ નથી અને ખાસ કરીને શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે પહેલાથી જ મતભેદ હોવાની વાત જગજાહેર છે. કોંગ્રેસના સ્થાપના દિવસે શહેર કોંગ્રેસ સમિતિએ કાર્યાલય ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યગુરુ ગેરહાજર રહ્યા હતા. તાજેતરમાં હાર્દિક પટેલની આગેવાનીમાં ભાજપના વોર્ડ નં.5ના પૂર્વ કોર્પોરેટર દક્ષાબેન ભેસાણિયા કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ પણ આ કાર્યક્રમમાં ગેરહાજર હતા. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રસના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો