ચૂકાદો:ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ચૂંટણી દરમિયાન થયેલી મારામારીના કેસમાં શંકાના આધારે નિર્દોષ સાબિત કરતી નીચલી અદાલત

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (ફાઈલ તસ્વીર) - Divya Bhaskar
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (ફાઈલ તસ્વીર)
  • કેસ ડે ટુ ડેના બેઈઝ ઉપર ચલાવવામાં આવતો હતો

2012ની વિધાનસભાની ચૂંટણી સમયે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ભાજપ તરફથી અને ગોરધનભાઈ ઝડફીયા જીપીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા. વિધાનસભા ચૂંટણી મતદાન પૂર્ણ થયે ગોંડલ તાલુકાના નાગડકા ગામે પટેલો અને રજપુતો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. એ મુદ્દે આજે ગોંડલમાં નીચલી અદાલત દ્વારા ચૂંટણી દરમિયાન થયેલા મારામારીના કેસમાં શંકાના આધારે નિર્દોષ સાબિત કરવામાં આવ્યા છે.

ગાલ ઉપર ધારીયા જેવા હથીયા૨થી ઈજા પહોંચાડી હતી
2012માં બનેલી આ ઘટનામાં જયરાજસિંહ નાગડકા ગામે ગયા હતા. અહીં રાજેશ લાલજી સખીયા, અશોક લાલજી સખીયા, ભવાન લીંબા સાવલીયા, મેહુલ ભવાન સાવલીયા, વિજય લક્ષ્મણ સાવલીયા તથા સંજય લક્ષ્મણ સાવલીયા સહિતના 15થી 20 લોકો હથિયારો ધારણ કરી ઘેલાભાઈ ટપુભાઈ ડાભી(રજપુત)ના ઘરે જઈ પોલીંગ એજન્ટ રાખવાના મુદ્દે તેને માર મારી પગના ફેક્ચરની ઈજા પહોંચાડી હતી. તેમજ અન્ય દરબાર શખ્સ મયુરસિંહ ઝાલા કે જેઓ ટ્રાવેલ્સના ધંધાર્થી ધર્મેન્દ્રસિંહ જાડેજાના મિત્ર હોય ઘેલાભાઈને મદદરૂપ થવા સમાધાન કરાવવા નાગડકા ગામે ગયેલ હતા જયા આરોપીઓએ મયુરસિંહ ઝાલાને ગાલ ઉપર ધારીયા જેવા હથીયા૨થી ઈજા પહોંચાડી હતી.

50 માણસોના ટોળા સામે મારામારીની વળતી ફરિયાદ
આ સબંધિત ગુનો ઘેલાભાઈ ડાભી દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામા આવ્યો હતો અને એ જ પ્રકારે સામા પક્ષે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ રાજેશ લાલજી સખીયાના અને પત્ની તૃષાબેન સખીયા દ્વારા પણ ઘેલાભાઈ રાજપુત તથા જયરાજસિંહ જાડેજા તેમજ અન્ય આશરે 50 માણસોના ટોળા સામે મારામારીની વળતી ફરિયાદ કરી હતી. જે બંને ગુનાના કામે આરોપીઓની ધરપકડ થયેલી અને ગુનાનુ ચાર્જશીટ નામદાર નીચેની અદાલત ગોંડલ ખાતે દાખલ કરવામા આવેલ હતુ.

રાજકીય રાગદ્વેષથી ગુનો દાખલ કર્યાનો આક્ષેપ
બાદમા આ કેસમા બંને પક્ષે રાજકીય વ્યકિતઓ હોય નામદાર જ્યુડી.મેજી. ફ.ક. પ્રિયા દુવાના સમક્ષ કેસ ચાલી જતા જયરાજસિંહ જાડેજાના એડવોકેટ નરેન્દ્રસિંહ જે. ઝાલા દ્વારા પોતાની ધારદાર દલિલો અને લેખિતમા જરૂરી પુરાવાઓ રજુ કરી અદાલતને જયરાજસિંહની બનાવ સ્થળની હાજરી શંકાશીલ હોય તથા તેમના દ્વારા કોઈને પણ કોઈ જ પ્રકારની ઈજા પહોંચાડવામા આવેલ ન હોય માત્ર રાજકીય રાગદ્વેષથી હાલનો ગુનો તેઓની સામે દાખલ કરવામા આવેલ હોય તેવુ સ્પષ્ટ પણે ફલિત થઈ રહ્યું છે.

કેસ ડે ટુ ડેના બેઈઝ પર ચલાવવામાં આવતો હતો
9 વર્ષ જેટલી લાંબી લડતના અંતે આજે નીચેની અદાલત દ્વારા તમામ સાત આરોપીઓને શંકાનો લાભ આપી ઈ.પી.કો. કલમ-325, 324, 504, 506(2), 448, 143, 147, 148, 149 તથા જી.પી.એક્ટની કલમ-135 મુજબના ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. અત્રે જોવાનુ એ છે કે, સદર કેસ જયરાજસિંહ સામેનો હોય અને નામદાર સુપ્રિમ કોર્ટના હુકમથી લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ લાગુ પડતી હોય જેથી સ્પે.પી.પી.ની નિમણુંક સરકાર પક્ષે કરવામા આવી હતી અને કેસ ડે ટુ ડેના બેઈઝ ઉપર ચલાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...