કોર્ટ કાર્યવાહી:ચેક રિટર્ન કેસમાં રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ કર્મીને સજા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ કર્મચારી ધર્મેન્દ્રસિંહ છનુભાઇ રાઠોડ સામે ચેક રિટર્નનો કેસ ચાલી જતા અદાલતે દોષિત ઠેરવી એક વર્ષની સજા તેમજ ચેક મુજબની રકમનું વળતર એક મહિનામાં ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. આરોપીએ બેંકમાં સાથે નોકરી કરતા સુરેશભાઇ દક્ષિણીના પુત્ર પાર્થભાઇ પાસેથી રૂપિયા 11 લાખ કટકે કટકે ઉછીના લીધા હતા. જ્યારે પાર્થભાઇએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા આરોપી ધર્મેન્દ્રસિંહે તે રકમનો ચેક આપ્યો હતો.

જે ચેક વસૂલાયા વગર પરત ફરતા પાર્થભાઇ દક્ષિણીએ એડવોકેટ જિગ્નેશ જી. પઢિયાર મારફત અદાલતમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અદાલતમાં આ કેસ ચાલી જતા અદાલતે ફરિયાદપક્ષે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. જે પુરાવાઓને ધ્યાને લઇ અદાલતે આરોપી ધર્મેન્દ્રસિંહ રાઠોડને દોષિત ઠેરવી અને સજાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...