• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Former Education Minister Announces Fee Waiver In Schools And Colleges Yet Why Not Implemented, New Government's Silence On Fee Relief Issue: Student Youth Struggle Committee

નિર્ણય અધ્ધરતાલ:પૂર્વ શિક્ષણમંત્રી દ્વારા શાળા-કોલેજોમાં ફી માફીની જાહેરાત પણ હજુ અમલ કેમ નહીં, ફી રાહત મુદ્દે નવી સરકારનું મૌન: છાત્ર યુવા સંઘર્ષ સમિતિ

રાજકોટ2 મહિનો પહેલા
  • રાજકોટમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ખાનગી શાળા-કોલેજોમાં 25થી 50% ટકા ફી માફ કરવા માંગ,કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

આજથી 2 મહિના પહેલા સ્કૂલોમાં નવા સત્રની શરૂઆત થઈ ગઈ હતી. એ વખતે પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી. છતાં પણ આજ સુધી ફી માં રાહત નહીં મળતા રાજકોટમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જ્યાં તેના પ્રમુખ સૂરજ બગડાએ જણાવ્યું હતું કે, પૂર્વ શિક્ષણમંત્રી દ્વારા શાળા-કોલેજોમાં ફી માફી જાહેરાત પણ હજુ અમલ કેમ નહીં, ફી રાહત મુદ્દે નવી સરકારનું મૌન સેવીને કેમ બેઠી છે ?

મધ્યમ વર્ગનું જીવન મુશ્કેલીમાં મુકાયું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનામાં વાલીઓના ધંધા રોજગાર પડી ભાગ્યાં હોવા છતાં સ્કૂલ ફીમાં રાહત અપાવવામાં રાજ્ય સરકાર મગનું નામ મરી પાડતી નથી. સરકારના ભેદી મૌન વચ્ચે ખાનગી સ્કૂલના સંચાલકોએ વાલીઓને લુંટવાનું શરૃ કરી દીધુ છે. વર્તમાન સ્થિતિમાં લોકોની આર્થિક પરિસ્થિતિ નાજુક હોય તેમજ મોંઘવારીને લીધે ગરીબ મધ્યમ વર્ગનું જીવન મુશ્કેલીમાં મુકાયું છે.

તત્કાલ પગલા લેવા માંગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેથી જ છાત્ર યુવા સંઘર્ષ સમિતિની સ્પષ્ટ માંગણી છે કે જો આરટીઈ હેઠળ આવતી શાળાઓને મળતી રકમમાં વધારો થઈ શકતો હોય, તો દરેક વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં 25%થી 50% સુધી ફીમાં રાહત આપવામાં આવે. આ બાબત ગરીબ- મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતલક્ષીહોય તત્કાલ પગલા લેવા માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત આપવા મુદ્દે હાઈકોર્ટે નિર્દેશ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકતી નથી. તેના કારણે વાલીઓમાં નિરાશા છે.