રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા સામે ભાજપના જ પૂર્વ મહામંત્રીએ ગંભીર આક્ષેપો કર્યા છે કે કુંવરજીભાઈ વીંછિયામાં શૈક્ષણિક સંકુલને પાણીથી વંચિત રાખે છે'. વીંછિયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળિયાએ PM નરેદ્ર મોદી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને આ મામલે પત્ર પણ લખ્યો છે. આ ઉપરાંત નર્મદાનું પાણી ન મળે એ માટે થોરિયાળી ગામ તરફની નવી એક પાઇપલાઈન નાખવા માટે કુંવરજી બાવળિયા પ્રયાસ કરતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે કુંવરજી બાવળિયાએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે પાણીપુરવઠા વિભાગ દ્વારા અગાઉથી ઠરાવ કરી દીધો છે છતાં મારા વિરુદ્ધ ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે.
નર્મદા પાણીનું કનેકશન આપી શકયા નથી
આ અંગે વીંછિયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળિયાએ મીડિયાને જણાવ્યું હતું કે ગુજરાતની એકપણ શૈક્ષણિક સંસ્થાનાં બાળકો પીવાના પાણીથી વંચિત ન રહે એ માટે આજથી 15 વર્ષ અગાઉ ઉમિયા શૈક્ષણિક સંકુલને ભાજપ સરકાર દ્વારા પીવાના પાણીની મંજૂરી આપવામાં આવેલી, પરંતુ કુંવરજીભાઈ ગુજરાત સરકારમાં પાણીપુરવઠામંત્રી તરીકે હતા એ સમયે જસદણ/વીંછિયા તાલુકામાં શૈક્ષણિક સંસ્થાઓની માગણી હોવા છતાં એકપણ નર્મદા પાણીનું કનેકશન આપી શક્યા નથી અને જે પાણીના કનેકશન ભાજપ સરકારે આપેલા છે એ યેન કેન પ્રકારેણ બંધ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
કોંગ્રેસની વિચારસરણી હજુ સુધી ગઈ નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેથી એવું લાગી રહ્યું છે કે કુંવરજીભાઈના માનસમાંથી કોંગ્રેસની વિચારસરણી હજુ સુધી ગઈ નથી. ઉમિયા શૈક્ષણિક સંકલમાં તેમના મતવિસ્તારના અને 90% બક્ષીપંચ સમાજનાં બાળકો અભ્યાસ કરે છે. તે બાળકોને પીવા માટે નર્મદાના પાણીથી વંચિત રાખવાના કુંવરજીભાઈ પ્રયત્નો કરી રહ્યા છે. જસદણ/વીંછિયાના કાર્યકરોને દબાવવાની માનસિકતા ધરાવો છો અને અધિકારીઓને ખખડાવે છે. તે જસદણ/વીંછિયાનાં કામો માટે નહીં, પણ પોતાના અંગત સ્વાર્થ માટે ખખડાવો છો. તે અધિકારીઓ અને કાર્યકરો સારી રીતે કુંવરજીભાઈને ઓળખી ગયા છો અને અનેક સંસ્થાઓ પર રાગદ્વેષ રાખો છો.
કોન્ટ્રાકટરો પાસે નબળું કામ કરાવેલ છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કુંવરજીભાઈએ જસદણ/વિછીયા તાલુકામાં અનેક ભષ્ટ અધિકારીઓને છાવરનું કામ કરેલ છે. જસદણ/વિંછીયા તાલુકામાં કોન્ટ્રાકટરોને દબાવીને નબળી કક્ષાનું મટીરીયલ અપાવીને કોન્ટ્રાકટરો પાસે નબળું કામ કરાવેલ છે. કુંવરજીભાઈની તૈયારી હોય તો વિંછીયા વિસ્તારમાં થયેલ ભષ્ટાચાર અને સગાવાદના લોકોને કોન્ટ્રાકટ બેઝમાં કઈ જગ્યા ઉપર ભરવામાં આવેલ છે તેના તમામ પુરાવા આપવાની અમારી અને ભોગ બનેલ વિંછીયા વિસ્તારના લોકોની તૈયારી છે.
PM નરેદ્ર મોદીને પત્ર રવાના
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કુંવરજીભાઈને એવું લાગતું હોય કે મે વિંછીયા તાલુકાનો અતિ વિકાસ કરેલ છે તો તેમને જણાવી દઉં કે આપણો તાલુકો અને ગોંડલથી માંડીને જુનાગઢ સુધીના તાલુકાનાં ગામડાંઓનો વિકાસ જોવા અને તફાવત જોવા માટે ચાલો મારી સાથે તમને સાથે લઈ જવા માટેની વ્યવસ્થા મારા ખર્ચે કરવાની મારી તૈયારી છે. મેં જેટલું કહ્યું એ અંગેનો પત્ર પણ મેં કુંવરજીભાઈને સંબોધીને મોકલ્યો છે અને એ જ પત્રની નકલ PM નરેદ્ર મોદી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને આપી છે.
છાસીયા ગામમા ધારૈઈ ડેમથી ચિરોડા ભાદર સુધીની કેનાલ તૂટી
વિછીયામાં ખેડૂત સેવા સંગઠન ગુજરાતના પ્રમુખ મુકેશભાઇ રાજપરા દ્વારા નવી બનેલી કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિછીયા તાલુકાના છાસીયા ગામના ધારૈઈ ડેમથી ચિરોડા ભાદર સુધી પિયત વિભાગની જે કેનાલ આવેલી છે તે કેનાલને મંડળી મારફતે હાલ નવીનીકરણ કરવામાં આવ્યું પરંતુ આ મંડળી મારફતે થતું કેનાલના કામની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો દસ દિવસ માં જ કેનાલ તૂટવા લાગી મોટા મોટા તડીયા કોઈપણ લેવલીંગ વગર નું કામ કેનાલનું કરવામાં આવ્યું પૂરતા પ્રમાણમાં બાંધકામનું મટીરીયલ વાપરવામાં આવેલ નથી જેથી આ કેનાલના કામ ની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો છે.
100% મટીરીયલ વાપરવામાં આવે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો પણ આ કામ નબળું કામ થયેલું તેની રજૂઆત ખેડૂત સેવા સંગઠન ગુજરાતને કરી ખેડૂત સેવા સંગઠન ગુજરાતના આગેવાનો દ્વારા કેનાલ પરીક્ષણ કરવામાં આવ્યું તો ત્યાં ખૂબજ નબળી કક્ષાના મટિરિયલ વાપરી અને આ કેનાલ વગર પાણીએ તૂટવા લાગી હોય એવું જોવા મળ્યું પિયત વિભાગના તમામ અધિકારીઓને જાણ કરવામાં આવે છે કે યુદ્ધના ધોરણે આ ક્યાં આલને વ્યવસ્થિત બનાવવામાં આવે અને તો 100% મટીરીયલ વાપરવામાં આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.