તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાનગરપાલિકા ચૂંટણી:બંદોબસ્ત વચ્ચે આજે ફોર્મ ચકાસણી, કોંગ્રેસની એક દાવેદારી પર જોખમ

રાજકોટ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મેન્ડેટના વિવાદને લઈને વોર્ડ 1થી 3 અને 4થી 6ની ફોર્મ ચકાસણીને લઈને ગેટ પરથી જ પ્રવેશ પ્રતિબંધિત
 • ઝડપથી કાર્યવાહી પૂરી થશે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપે કોંગ્રેસના ફોર્મમાં મેન્ડેટ યોગ્ય ન હોવાની રજૂઆત કરી હતી જેને કારણે મામલો ગરમાયો હતો અને વોર્ડ નં.1થી 3 અને વોર્ડ ન.4થી 6ના રિટર્નિંગ ઓફિસરની કચેરીએ ભારે ધમાલ થઈ હતી. આ કારણે રવિવારે પોલીસ અને ચૂંટણી અધિકારીઓની બેઠક મળી હતી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફોર્મ ચકાસણી કરવા નિર્ણય લેવાયો છે. ફોર્મ ચકાસવા માટે જૂની કલેક્ટર કચેરી અને સરવે ભવનમાં સૌથી વધારે અસમંજસ રહેશે.

આ કારણે ત્યાં કચેરીની બહાર અને અંદર પોલીસ ગોઠવી દેવાશે. ગેટ પરથી જ પ્રવેશ પ્રતિબંધિત રહેશે અને ફોર્મ ચકાસણીમાં જે વોર્ડનો વારો આવશે તેમના ઉમેદવાર અને તેમના ટેકેદારને જ પ્રવેશ અપાશે. તમામ કાર્યવાહી કેમેરાસામે જ કરાશે. ચૂંટણીપંચે અગાઉથી જ આદેશ આપ્યો હતો કે ફોર્મ લેતી વખતે તેની પ્રિ-સ્ક્રૂટિની કરવાની રહેશે અને જો ફોર્મની પ્રાથમિક ચકાસણીમાં કોઇ ત્રૂટિ હોય તો ઉમેદવારોને માર્ગદર્શન પણ આપવાનું રહેશે. આ કારણે જે પણ ફોર્મ આવ્યા હતા તે તમામની પ્રાથમિક સ્ક્રૂટિની થઈ ચૂકી છે અને રદ થવા પાત્ર ફોર્મ હજુ સુધી દેખાયા નથી.

જોકે કોંગ્રેસના ઉમેદવારો છેલ્લી ઘડીએ બદલાયા હતા તેથી 3 વાગ્યાની સમયમર્યાદા પહેલા છેલ્લી 15 મિનિટમાં જે ફોર્મ આવ્યા હતા તે ફટાફટ લેવાઈ રહ્યા હતા. જોકે મેન્ડેટ એ ફોર્મનો મહત્ત્વનો ભાગ હોવાથી તે પણ ચેક કરાય છે અને અત્યાર સુધીમાં એવા એકપણ ફોર્મમાં કોરા મેન્ડેટ કે પછી સહી કોરી હોય તેવું નીકળ્યું નથી. આમ છતાં અન્ય વિગતોને લઈને કોંગ્રેસના એક દાવેદારનું ફોર્મ રદ થાય તેવી શક્યતા છે અને ઉમેદવારી જોખમમાં છે. જો આવું થશે તો એક વોર્ડમાં કોંગ્રેસના 3 જ ઉમેદવાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો