કોરોના મહામારીને કારણે ખાનગી શાળાઓમાં ગત માર્ચથી શૈક્ષણિક કાર્ય બંધ હોય છ માસની ફી માફ કરવા એનએસયુઆઇએ ડીઇઓને આવેદનપત્ર પાઠવી આક્રમક રજૂઆત કરી હતી અને કચેરીમાં જ રામધૂન બોલાવી હતી પોલીસે આઠ કાર્યકરની અટકાયત કરી હતી.
લોકડાઉનના કારણે નાના અને મધ્યમ વર્ગના નોકરી, ધંધા, રોજગાર કરતા પરિવારો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. આવા પરિવારોને રાહત આપવાના બદલે ખાનગી સ્કૂલના સંચાલકો ફીની પઠાણી ઉઘરાણી કરે છે. આવા પરિવારના બાળકોને રાહત મળે તેવા કોઇ નિર્ણય લેવાયો નથી ત્યારે ઓછામાં ઓછી છ મહિનાની ફી માફ કરવામાં આવે તેવી માગણી છે.પોલીસે પ્રમુખ નરેન્દ્ર સોલંકી, વિશ્વદીપસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા સહિત આઠની અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.