ફરિયાદ:‘દુકાન ભૂલી જજે નહિતર જીવતો નહિ રહે,’ કહી વૃદ્ધ પર હુમલો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાજ્ઞિક રોડ પર ભાઇઓ સહિત ત્રણ શખ્સે આચર્યું કૃત્ય

ન્યૂ જાગનાથ પ્લોટમાં રહેતા કેતનભાઇ દેવીદાસભાઇ ગણાત્રા નામના વૃદ્ધે કલ્પેશ પટેલ, હેમંત પટેલ અને એક અજાણ્યા શખ્સે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પોતાની યાજ્ઞિક રોડ પર અંબિકા ઇલેક્ટ્રોનિક્સ નામથી ઓડિયો કેસેટની દુકાન આવેલી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દુકાન બંધ છે. દરમિયાન પોતે ચાર મહિનાથી અમેરિકા રહેતા મોટા ભાઇને ત્યાં ગયા હતા. મંગળવારે ત્યાંથી પરત ફરી રાજકોટ આવ્યા હતા. સાંજે પોતે દુકાને આંટો મારવા જતા દુકાન પર લગાવેલું બોર્ડ જોવા મળ્યું ન હતું.

જેથી બાજુમાં જ રેડીમેડ કપડાંની દુકાન ધરાવતા કલ્પેશ પટેલને આ બોર્ડ કોણે તોડ્યું તેવું પૂછતા તે ઉશ્કેરાયો હતો અને અમે જ તારું બોર્ડ તોડી નાંખ્યું છે તેમ કહી ઝઘડો કર્યો હતો. આ સમયે કલ્પેશનો ભાઇ હેમંત અને અજાણ્યો શખ્સ પણ ત્યાં આવી પોતાની સાથે ઝઘડો કરી તું કેમ અહીં આવ્યો તેમ કહી માર માર્યો હતો. આ સમયે કલ્પેશ અને હેમંતે હવે તું આ બાજુ દેખાતો નહિ, તારી દુકાન ભૂલી જજે નહિતર બીજી વખત જીવતો નહિ રહેવા દઉંની ધમકી આપી હતી.

પાડોશી દુકાનમાલિકોના માર અને ધમકીથી ગભરાઇ ત્યાંથી ઘરે જતા રહ્યાં હતાં. બાદમાં હોસ્પિટલ ખસેડાયો હતા. પોલીસમાં ત્રણેય શખ્સ સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.અન્ય બનાવમાં મવડી મધુવન સોસાયટીમાં રહેતા જિગ્નેશભાઇ દુધાત નામના કારખાનેદારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના માલધારી ફાટક પાસે ક્લાસિક ઇન્ડસ્ટ્રીઝના નામના કારખાનામાંથી રૂ.5 હજાર, મોબાઇલ, લાઇસન્સ મળી 13 હજારની મતા કારખાનામાં કામ કરતા મનદીપ, શ્યામકુમારે ચોરી કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...