તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામજનોમાં હાશકારો:40 દિવસથી રાજકોટની ભાગોળે ધામા નાખનાર ત્રણ સિંહનું રેસ્કયૂ કરી પાંજરે પૂરાયા, ફોરેસ્ટ વિભાગની નર્સરીમાં લઇ જવામાં આવ્યા

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ તાલુકામાં છેલ્લા 40 દિવસથી સિંહોએ ધામા નાખ્યા હતા. - Divya Bhaskar
રાજકોટ તાલુકામાં છેલ્લા 40 દિવસથી સિંહોએ ધામા નાખ્યા હતા.
  • 40 દિવસમાં ત્રણ સિંહોએ 45થી વધુ પશુનું મારણ કર્યુ
  • સિંહના આગમનથી ગામડાઓમાં ભયનો માહોલ હતો

રાજકોટની ભાગોળે છેલ્લા 40 દિવસથી ધામા નાખનાર ત્રણ સિંહોને આજે વહેલી સવારે પાંજરે પુરી ફોરેસ્ટ વિભાગની નર્સરીમાં લઇ જવામાં આવ્યા છે. આ રેસ્કયૂ ઓપરેશન માટે ગીરથી ફોરેસ્ટ ટીમ ખાસ આવી હતી. આજે વહેલી સવારે ત્રણેય સિંહોને પાંજરે પુરવામાં વન વિભાગ સફળ રહ્યું હતું. અલગ અલગ ત્રણ પાંજરામાં ત્રણેય સિંહને પુરવામાં આવ્યા હતા.

રાજકોટના હલેન્ડા ગામમાં સૌપ્રથમ ત્રણ સિંહો જોવા મળ્યાં હતા.
રાજકોટના હલેન્ડા ગામમાં સૌપ્રથમ ત્રણ સિંહો જોવા મળ્યાં હતા.

હલેન્ડાથી વડાળી સુધી ત્રણ સિંહોની સફર
ગીર જંગલમાં ત્રણ સિંહનું ગ્રુપ રાજકોટ જિલ્લાના વીરનગર ગામમાં સૌપ્રથમ જોવા મળ્યું હતું. બાદમાં હલેન્ડા, ત્રંબા અને કોટડાસાંગાણી પંથકમાં ધામા નાખ્યા હતા. કોટડાસાંગાણીના ભાયાસર ગામમાં ત્રણ સિંહોએ 15થી વધુ દિવસ સુધી ધામા નાખ્યા હતા. બાદમાં આ સિંહો થોડા દિવસ પહેલા જ આજીડેમ સુધી પહોંચ્યા હતા અને એક ગાયનું મારણ કર્યુ હતું. બે દિવસ પહેલા જ વડાળી ગામમાં વાછરડીનું મારણ કર્યું હતું. વડાળીમાં છેલ્લા 7 દિવસથી ત્રણેય સિંહોએ ધામા નાખ્યા હતા. બાદમાં આજે ત્રણેય સિંહોને પાંજરે પુરવામાં આવ્યા છે.

રાજકોટની ભાગોળે 40 દિવસથી ત્રણ સિંહોએ ધામા નાખ્યા હતા.
રાજકોટની ભાગોળે 40 દિવસથી ત્રણ સિંહોએ ધામા નાખ્યા હતા.

45થી વધુ પશુનું મારણ કર્યુ
ત્રણ સિંહના ગ્રુપે છેલ્લા 40 દિવસમાં 45થી વધુ પશુઓનું મારણ કર્યુ છે. જેમાં ભાયાસર ગામમાં જ 15થી વધુ પશુનું મારણ કર્યુ હતું. ત્રણ સિંહના આગમનથી ખેડૂતોમાં એક તરફ ખુશી હતી તો બીજી તરફ લોકોમા ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. વન વિભાગે ગામડાઓમાં જન જાગૃતિ માટે પત્રિકાનું પણ વિતરણ કર્યુ હતું. આ ત્રણેય સિંહો રાત્રે મારણ કરતા હતા અને દિવસે આરામ કરતા હતા.

એક સિંહના ગળે રેડિયો કોલર હોવાથી સાવજોનું લોકેશન સતત મળી રહેતું
ગીર અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા સાવજોનું લોકેશન જાણવા માટે રેડિયો કોલર લગાવવાનો પ્રોજેકટ હાથ ધરાયો હતો. રાજકોટના સીમાડે આવી ચડેલા ત્રણ સાવજોનું લોકેશન રેડિયો કોલરના આધારે સરળતાથી ટ્રેસ થતું રહેતુ હતું. વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણમાંથી એક નર સિંહના ગળે રેડિયો કોલર હતો અને એના આધારે ગતિવિધિની માહિતી મળી જતી હતી. વન વિભાગની ત્રણ ટીમ રાત-દિવસ સાવજ ત્રિપુટીની પાછળ જ રહેતી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser