તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ડીલ ઓનલાઈન:રાજકોટમાં બનતી પ્રોડક્ટની વિદેશની ઈન્કવાયરી ત્રણ ગણી વધી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • બિઝનેસ ડીલ થવામાં મહિનો લાગતો, હવે એક જ દી’માં થાય છે, પ્લાસ્ટિક, એગ્રિકલ્ચર ક્ષેત્રે વધુ ઈન્કવાયરી

એમએસએમઈનું હબ ગણાતા રાજકોટના ઉદ્યોગોનું ચિત્ર છેલ્લા બે મહિનામાં સાવ બદલાઇ ગયું. કોરોના પહેલા જે બિઝનેસ ડીલ કરવા માટે ઉદ્યોગકારો અન્ય દેશ કે રાજ્યમાંથી ઉદ્યોગકારો રૂબરૂમાં આવતા હતા કે અહીંના ઉદ્યોગપતિ મુંબઈ જતા હતા. આ રીતે બિઝનેસ ડીલ કરવામાં આઠ દિવસથી લઇને એક મહિના સુધીનો સમય લાગી જતો હતો, પરંતુ કોરોના પછી બિઝનેસ ડીલ વીડિયોકોલ, ફેસબુક અને મેલમાં થવા લાગી છે અને જેમાં એક દિવસમાં આખી બિઝનેસ ડીલ પૂરી થઈ જાય છે. જ્યારે રાજકોટમાં હાર્ડવેર, કાસ્ટિંગ, ફોર્જિંગ, સબમર્સિબલ પંપ, એગ્રિકલ્ચર પ્રોડક્ટની ઇન્કવાયરી ત્રણ ગણી વધી ગઇ છે અને ઓનલાઈન કંપની દ્વારા પણ ઈન્કવાયરી આવવા લાગી છે.

આ અપેક્ષા પૂરી થાય તો રાજકોટના ઉદ્યોગો ચીનને પણ ટક્કર આપી શકે

  • ડમ્પિંગ ડ્યૂટી વધારવામાં આવે 
  • પોર્ટ પર આવતા માલની તમામ ઈન્કવાયરી કરવામાં આવે 
  • ટેક્સના માળખામાં સુધારો કરવો જોઈએ.જે લાઇસન્સ લેવાની અમુક જટિલ પ્રક્રિયા સરળ બનાવવી જોઇએ 
  • સરકાર ઉદ્યોગકારો સાથે સીધી વાત કરે અને મૂંઝવણો દૂર કરે 
  • રાજકોટમાં રિસર્ચ અેન્ડ ડેવલપમેન્ટનું પ્રમાણ સાવ ઓછું છે તે વધારવામાં આવે 
  • પ્રોડક્શન પ્રક્રિયાની ચેઈન ડિસ્ટર્બ ન થવા દેવી જોઈએ. 
  • ઉદ્યોગકારોએ કરેલા રોકાણનું વળતર ડબલ મળે તે પ્રકારની યોજના બનાવવી જોઇએ 

ચાઇનાથી 25 % ઈમ્પોર્ટ ઘટાડાય તો ઉદ્યોગકારોને મંદી ન આવે 
ચાઈનાથી આવતી વસ્તુ જેમકે રમકડાં, હાર્ડવેર,પ્લાસ્ટિક સહિતની પ્રોડક્ટ 25 ટકા ઘટાડી દેવામાં આવે તો પણ રાજકોટના ઉદ્યોગકારોને કોઇ દિવસ મંદી ન આવે. રાજકોટના ઉદ્યોગકારોમાં કોઠાસૂઝ, આવડત અને અનુભવ છે. માત્ર તેઓની જોઈતી સુવિધા પૂરી પાડવામાં આવે તો હાલનું ટર્નઓવર છે તેના કરતા તે એનકગણું વધી જાય. - જંયતીભાઈ સરધારા, પ્રમુખ લોઠડા-પીપલાણા-પડવલા ઈન્ડસ્ટ્રીઝ એસો. 

ચાઈનીઝ પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવાય તો ફાયદો થાય
ચાઈનીઝ દરેક પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવે તો ચોક્કસ ફાયદો મળી શકે. આ ઉપરાંત એક વખત વસ્તુ વાપરીને ફેંકી દે છે તેવી વસ્તુ ઓછી કિંમત વાળી વાપરવા માટે લોકો આગ્રહ રાખે છે. ત્યારે આ પ્રકારની વસ્તુ બંધ કરવામાં આવે તો પણ રાજકોટનો ગ્રોથ થઇ શકે. મજૂરો નહીં હોવાથી ઉદ્યોગકારો ઓટોમાઈઝેશન તરફ વળ્યા છે.  - રમેશભાઈ પાંભર, પ્રમુખ હડમતાળા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન 

ચાઈનીઝ પ્રોડક્ટસ સામે નવી પેઢી વિકલ્પો શોધી રહી છે
ઉદ્યોગ વેપારમાં જે યંગ જનરેશન આવી રહી છે તેઓ ચાઈનીઝ પ્રોડક્ટ પહેલેથી જ ઓછી વાપરે છે. તેમાં પણ હવે કોરોના અને સરહદ પર તણાવભર્યા સંબંધ બાદ ચાઈનીઝ પ્રોડક્ટના બદલામાં નવા વિકલ્પ શોધી રહી છે. પ્લાસ્ટિક, ગિયર્સ વગેેરે જેવી પ્રોડક્ટમાં ચાઈનાની માસ્ટરી છે. હાલ ઉદ્યોગ-ધંધા રાબેતા મુજબ થઈ રહ્યા છે.- રમેશભાઈ વોરા, સેક્રેટરી મેટોડા જીઆઇડીસી એસોસિએશન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો