રાજકોટમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ:વિદેશી ગર્લ્સ ગરબે ઘૂમી, રાજસ્થાનના પતંગબાજે G-20 સમિટને પ્રમોટ કરતી એકસાથે 250 પતંગ ઉડાવી, લોકોમાં આકર્ષણ જમાવ્યું

રાજકોટ24 દિવસ પહેલા

રાજકોટમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેવા માટે પહોંચ્યા છે. અલગ અલગ 16 દેશની અને ભારતના જુદા જુદા 7 રાજ્યમાંથી 160થી વધુ પતંગબાજોએ ભાગ લીધો છે. વિદેશી પતંગબાજો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. અલગ અલગ યુનિક ફેન્સી પતંગો પતંગબાજો ઉડાવી રહ્યા છે. રાજસ્થાનના ઉદયપુરના પતંગબાજ શાહબાઝ ખાને G-20 સમિટને પ્રમોટ કરતી એકસાથે 250 પતંગ ઉડાવતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. નાયલોન અને રેશમની દોરી સાથે મિક્સ કરી પતંગ ઉડાવી હતી.

પતંગ મહોત્સવમાં અવનવી પતંગ ઉડી.
પતંગ મહોત્સવમાં અવનવી પતંગ ઉડી.

પોલેન્ડની યુવતીએ કહ્યું- અહીં ખૂબ મજા આવે છે
પોલેન્ડની પતંગબાજ યુલિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું પ્રથમ વખત ગુજરાત આવી છું. ખાસ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે અને પતંગ ઉડાવતા પહેલા ગુજરાતી ગરબા રમ્યા હતા. પ્રથમ વખત ગરબા રમવાની પણ ખૂબ જ મજા આવી છે, અહીંયાના લોકો ખૂબ જ સારા અને લાગણીશીલ છે. ગરબા રમી ખૂબ સારો અનુભવ થયો છે. હું મારા મિત્રો અને પરિવાર સાથે અહીંયાનો અનુભવ શેર કરીશ. અહીંયા ખૂબ મજા આવી છે અને હું સ્ટોરી પણ શેર કરીશ.

પોલેન્ડની યુવતી યુલિયા પતંગ મહોત્સવમાં ભાગ લીધો.
પોલેન્ડની યુવતી યુલિયા પતંગ મહોત્સવમાં ભાગ લીધો.

રાજકીય નેતાઓ પતંગ મહોત્સવમાં હાજર રહ્યા
આ પતંગ મહોત્સવમાં રાજકોટના મેયર, સાંસદ, ધારાસભ્યો અને મનપાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત સ્ટેટ ટૂરિઝમ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ખૂબ ભવ્ય ઉજવણી ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે કરવામાં આવી રહી છે. 16થી વધુ દેશ, ભારતના 7 રાજ્યોના 160થી વધુ પતંગવીરોએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે.

પતંગ મહોત્સવામાં ગરબાની રમઝટ.
પતંગ મહોત્સવામાં ગરબાની રમઝટ.

16 દેશના પતંગવીરો ગરબા રમ્યા
ડો.પ્રદીપ ડવે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાંથી પણ આ પતંગ મહોત્સવને માણવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. પતંગ મહોત્સવનો પર્વ એટલે કલ્ચર, સાસ્કૃતિક અને પ્રકાશનું પર્વ છે. આજે અલગ અલગ દેશો અને રાજ્યોમાંથી પતંગવીરો આવ્યા હતા તેઓ ગુજરાતની સંસ્કૃતિ ગરબા પણ રમ્યા હતા. વિવિધતામાં પણ એકતાનો મેસેજ પહોંચ્યો છે. G-20નું ભારત આ વર્ષે પ્રતિનિધિત્વ કરી રહ્યું છે અને ગુજરાત લીડ લઈ રહ્યું છે. તેમ જ આ પ્રકારે રાજકોટ માટે આજે ગૌરવનો દિવસ છે. અનેક પતંગવીરો આજે રાજકોટના મહેમાન બન્યા છે.

રાજસ્થાનના પતંગબાજે G-20 સમિટની થીમ પર 250 પતંગ એકસાથે ઉડાવી.
રાજસ્થાનના પતંગબાજે G-20 સમિટની થીમ પર 250 પતંગ એકસાથે ઉડાવી.

ભારતની ઓળખ વિશ્વમાં મજબૂત થઈ રહી છે
ડો.પ્રદીપ ડવે વધુમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં ખૂબ સારું પોતાનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતની ઓળખ વિશ્વમાં મજબૂત થઈ રહી છે. આજે ગુજરાતના આંગણે અને અલગ અલગ રાજ્યમાં G-20નું મહત્વ બતાવવામાં આવી રહ્યું છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટની લીડ લઈ રહ્યા છે. આ પતંગ મહોત્સવમાં પણ આપણે G-20 કોન્સેપ્ટ બતાવ્યો છે. રાજસ્થાનના ઉદયપુરના પતંગબાજે 250 જેટલી પતંગ G-20ની થીમ પર ઉડાવી છે. આ શ્રેષ્ઠ પતંગ કહી શકાય અને તેમની પતંગને રાજકોટના લોકો પણ જોઈ રહ્યા છે.

રાજકોટના આકાશમાં રંગબેરંગી પતંગ ઉડી.
રાજકોટના આકાશમાં રંગબેરંગી પતંગ ઉડી.

વિદેશી પતંગબાજોએ પતંગ ઉડાવી
અલગ અલગ 16 દેશમાંથી આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા પતંગબાજોએ પતંગ ઉડાવી આનંદ માણ્યો હતો. તેમજ વિદેશી યુવતીઓ ગુજરાતની ઓળખસામા રાસ-ગરબા રમી હતી. જેમાં યુવતીઓ રંગબેરંગી છત્રી સાથે ગરબે ઘૂમી હતી.

G-20 સમિટની થીમ પર પતંગો ઉડી.
G-20 સમિટની થીમ પર પતંગો ઉડી.
મહાકાય પતંગો ઉડી.
મહાકાય પતંગો ઉડી.
રંગબેરંગી છત્રી સાથે વિદેશી યુવતીઓ ઝુમી ઉઠી.
રંગબેરંગી છત્રી સાથે વિદેશી યુવતીઓ ઝુમી ઉઠી.
રાજકોટના મેયરે પણ પતંગ ઉડાવી.
રાજકોટના મેયરે પણ પતંગ ઉડાવી.
પતંગ મહોત્સવમાં યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમી.
પતંગ મહોત્સવમાં યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમી.
અન્ય સમાચારો પણ છે...