- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- For The Sixth Day In A Row In Rajkot, 28 Tea Pots Including Kanaya Hotel, Om Season Stores Were Seized And Pressure Was Removed.
મનપા એક્શન મોડમાં:રાજકોટમાં સતત છઠ્ઠા દિવસે કનૈયા હોટલ, ઓમ સિઝન સ્ટોર્સ સહીત 28 ચાના થડા જપ્ત કરી દબાણ દૂર કરાયા
ચાના થડાને મનપા દ્વારા જપ્ત કરવામાં આવ્યા
- થડા જપ્ત કરી રૂ.5 હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 6 દિવસથી રોડ અને ફૂટપાથ પરના દબાણ દૂર કરવા માટે ચાના થડા અને ટી-સ્ટોલ પર તવાઇ બોલાવવાની ચાલુ કરી છે. જ્યાં આજરોજ કનૈયા હોટલ, ઓમ સિઝન સ્ટોર્સ સહીત 28 જેટલા ચાના થડાને મનપા દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.
આ સ્થળોએથી થડા જપ્ત કરવામાં આવ્યા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ચાના થડા અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં 150 ફુટ રિંગ રોડ, મવડી બાપાસીતારામ ચોક, યાજ્ઞિક રોડ, કેનાલ રોડ, રામનાથઘાટ આજી નદી પાસેથી 28 જેટલા ચાના થડા જપ્ત કરવામાં આવ્યા હતો અને રૂ.5 હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો.
ચાના થડા અને ટેબલ જપ્ત કરવામાં આવ્યા
ગેરકાયદે ચાના થડા દૂર થવાથી આ ફાયદાઓ થશે
- દબાણ હટશે : કોમ્પ્લેક્સ હોય કે દુકાન ત્યાંથી શરૂ કરી છેક રોડ સુધી પતરાં નાખી રોડ પર સગડો અને પાણીની ટાંકી મૂકી બધી પાર્કિંગ અને ફૂટપાથની જગ્યા પર દબાણ થાય છે જે હટતા પાર્કિંગ ખુલ્લું થશે.
- ગંદકી ઘટશે : વાસણો અને હાથ ધોવા રોડ કાંઠે જ પાણીની ટાંકી મુકાય જેથી ત્યાં જ પાન મસાલાની પિચકારીઓ લાગે છે, થડા દૂર થતા આ ગંદકી ઘટશે.
- ન્યૂસન્સથી રાહત : રોડ પર આડેધડ વાહન પાર્ક કરીને ચોક્કસ ટોળાં અડ્ડો જમાવે છે જેથી બહેન-દીકરીઓ નીકળી પણ શકતી નથી અને તે ન્યૂસન્સ પોઇન્ટ બની જાય છે, તેમાંથી રાહત મળશે.
- ટ્રાફિક : પાર્કિંગમાં દબાણ, થડો અને ચા લેવા રોડ પર વાહન પાર્ક થતા ટ્રાફિક સમસ્યા થાય છે. થડા હટતા રોડ ખુલ્લો થશે અને ચાલકોને રાહત થશે.
- રોજગાર પર અસર : જ્યાં જ્યાં ચાના ગેરકાયદે થડા ચાલે છે તેની આસપાસ પાન-ફાકી સિવાયના તમામ રોજગાર ઠપ થઈ જાય છે, જે હવે ઘટશે.