ડેન્ગ્યુનો આતંક:રાજકોટમાં સતત બીજા સપ્તાહે ડેન્ગ્યુ 50ની નજીક, કુલ કેસ 273

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ કેસ વોર્ડ નં. 3માં 16 નોંધાયા : બીજા ક્રમે વોર્ડ નં.18 અને 4

રાજકોટ શહેરમાં 31-10ના પૂરા થતા સપ્તાહ દરમિયાન 49 ડેન્ગ્યુના કેસ મળી આવ્યા છે. ગત સપ્તાહે આ આંક 50 હતો અને તેની પહેલા તો માત્ર 15 જ કેસ નોંધાયા હતા. અચાનકથી કેસની સંખ્યા વધવા લાગી છે કારણ કે, સિવિલ હોસ્પિટલમાં હવે અદ્યતન એન્ટિજન ટેસ્ટ કિટ વપરાઈ રહી છે જે ઝડપથી ડેન્ગ્યુના ટેસ્ટના પરિણામ આપે છે અને લેબ ટેસ્ટ કરતા ક્ષમતા વધુ હોવાથી શક્ય તેટલા વધુ ટેસ્ટ થઈ રહ્યા છે. આ કારણે સાચો આંક સામે આવી રહ્યો છે. જોકે હજુ ખાનગી હોસ્પિટલમાં કેટલા કેસ છે તે તો સામે આવ્યા જ નથી.

મનપા પાસે જે આંક આવે છે તે તમામ માત્રને માત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ આવે છે કારણ કે, ત્યાં જ એલાઈઝા ટેસ્ટ કરવાની સુવિધા છે મનપાના એકપણ આરોગ્ય કેન્દ્ર પાસે તે વ્યવસ્થા નથી આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ મોંઘા એલાઈઝા ટેસ્ટ કરવાને બદલે રેપિડ ટેસ્ટ કરીને સારવાર ચાલુ કરી દે છે. આ તમામ કારણોથી ડેન્ગ્યુનો સાચો આંક સામે આવતો જ નથી અને શહેર રોગના ભરડામાં જઇ રહ્યું છે.

સૌથી વધુ વોર્ડ નં.3માં 16 કેસ નોંધાયા છે. ત્યારબાદ વોર્ડ નં.18માં 7 અને વોર્ડ નં.4 અને 10માં 4-4 કેસ નોંધાયા છે. મનપાએ મચ્છર ઉછેર કેન્દ્ર એવા કારખાનાઓ તેમજ બાંધકામ સાઈટ પર તવાઈ હાથ ધરીને 40 હજાર રૂપિયાથી વધુનો દંડ વહીવટી ચાર્જ પેટે વસૂલ્યો છે.

ક્યા વોર્ડમાં કેટલા કેસ

વોર્ડકેસ
44
52
60
152
160
187
14
81
91
104
110
120
23
316
71
132
142
170
કુલ49

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...