તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:સતત બીજા દિવસે કોવિશીલ્ડનો જથ્થો ખલ્લાસ, આજે પણ 28 સેશન સાઇટ પર કોવેક્સિન મુકાશે

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં 42813 કેસ નોંધાયા, અલગ અલગ હોસ્પિટલમાં 8 દર્દી સારવાર હેઠળ

રાજકોટ શહેરમાં કોરોના પર બ્રેક લાગી છે. અત્યાર સુધીમાં 42813 કેસ નોંધાયા છે. અલગ અલગ હોસ્પિટલમાં 8 દર્દી સારવાર હેઠળ છે. રસીકરણ કેન્દ્રોની સંખ્યા 34થી ઘટાડીને 28 કરી દેવાઈ છે. ગઇકાલે કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના 2164 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 567 સહિત કુલ 2731 નાગરિકોએ રસી લીધી લીધી.

28 દિવસ થઇ ગયા હોય તે નાગરિક કોવેક્સિનનો બીજો ડોઝ લઇ શકશે
રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અંતર્ગત આજે. શહેરમાં 28 સેશન સાઈટ પર કોવેક્સિન રસી આપવામાં આવશે, જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના 28
દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે.

28 સેશન સાઈટ પર કોવેક્સિન રસી આપવામાં આવી રહી છે
1) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
2) ચાણક્ય સ્કૂલ– ગીત ગુર્જરી સોસાયટી
3) નંદનવન આરોગ્ય કેન્દ્ર
4) નાનામવા આરોગ્ય કેન્દ્ર
5) મવડી આરોગ્ય કેન્દ્ર
6) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
7) શાળા નં.28, વિજય પ્લોટ
8) સિટી સિવિક સેન્ટર– અમીન માર્ગ
9) સદર આરોગ્ય કેન્દ્ર
10) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
11) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
12) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
13) કાંતિભાઈ વૈદ્ય હોલ, હુડકો
14) શાળા નં.20 બી, નારાયણનગર
15) જંક્શન આરોગ્ય કેન્દ્ર
16) માધાપર આરોગ્ય કેન્દ્ર
17) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
18) ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર
19) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
20) સરદાર સ્કૂલ, સંત કબીર રોડ
21) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
22) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
23) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
24) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
25) તાલુકા શાળા (BRC) ભવન
26) મોટા મવા ગ્રામ પંચાયત
27) માયાણી આવાસ ક્વાર્ટર આંગણવાડી, નાનામવા રોડ
28) શાળા નં.49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક