• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • For The Second Day In A Row In Rajkot, PGVCL's Checking Drive Remains The Same, Massive Raids From Jungleshwar To Padak Road

વીજચોરી સામે ધોંસ:રાજકોટમાં સતત બીજે દિવસે PGVCLની ચેકીંગ ડ્રાઈવ યથાવત, જંગલેશ્વરથી પેડક રોડ સુધી મોટાપાયે દરોડા

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સીટી ડિવિઝન 1 હેઠળ વિસ્તારમાં 48 ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું - Divya Bhaskar
સીટી ડિવિઝન 1 હેઠળ વિસ્તારમાં 48 ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
  • ગઈકાલે 130 ક્નેક્શનમાંથી રૂ.27.45 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી

રાજકોટ શહેરમાં આજે સતત બીજા દિવસે વીજ ચોરી ઝડપી લેવા PGVCLની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ આજે સવારે 8 વાગ્યાથી રાજકોટ સીટી ડિવિઝન 1 હેઠળ 20 થી વધુ વિસ્તારોમાં 48 ટીમોએ દરોડાનો દોર શરૂ કર્યો છે. જેમાં 11 KV ના 13 ફીડરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

11 KV ના કુલ 13 ફીડર આવરી લેવામાં આવ્યા
11 KV ના કુલ 13 ફીડર આવરી લેવામાં આવ્યા

આ વિસ્તારમાં ચેકીંગ શરુ
રાજકોટ શહેરમાં ગઈકાલે સીટી ડિવિઝન 2માં કરેલ ચેકીંગ બાદ આજ રોજ સીટી ડિવિઝન 1 હેઠળ વિસ્તારમાં 48 ટિમો દ્વારા 11 KV ના કુલ 13 ફીડર આવરી લેવામાં આવ્યા છે. જેમાં જંગલેશ્વર, અંકુર સોસાયટી, મહાત્મા ગાંધી સોસાયટી, આજી GIDC, રામનગર, માંડા ડુંગર, અટિકા, વિરાણી ઘાટ, પટેલનગર, સોરઠીયાવાડી, સંતકબીર રોડ અને પેડકરોડ સહીત 20થી વધુ સોસાયટીનો સમાવેશ થાય છે.

20થી વધુ સોસાયટીમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
20થી વધુ સોસાયટીમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

ગઈકાલે રૂ. 27.45 લાખની વીજ ચોરી ઝડપાઇ
એક સપ્તાહ બાદ ગઇકાલે ચેકીંગ હાથ ધર્યા બાદ આજે સતત બીજા દિવસે સવારથી રાજકોટ શહેર ડિવિઝન 1 હેઠળ વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સવારથી સાંજ સુધીના સમયમાં સીટી ડિવિઝન 2 હેઠળ ચેકીંગ દરમિયાન 42 ટીમ દ્વારા 1142 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત 130 ક્નેક્શનમાંથી 27.45 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.