વરસાદની જમાવટ:રાજકોટમાં સતત બીજા દિવસે મેઘમહેર, મેટોડા GIDC અને લોધિકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો

રાજકોટ2 મહિનો પહેલા
મેટોડા GIDCમાં ધોધમાર વરસાદ વરસ્યો.
  • ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. સવારે વરાપ નીકળ્યા બાદ બપોર પછી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. બપોર પછી ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેટોડા GIDC અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદી ઝાપટુ વરસી ગયું હતું.

ગઇકાલે એકથી 4 ઇંચ વરસાદ વરસ્યો હતો
ગઇકાલે રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. જેમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ ગોંડલમાં નોધાયો હતો. જ્યારે રાજકોટ શહેરમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જસદણમાં દોઢ ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. રાજકોટમાં બે ઇંચ વરસાદમાં ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાયા હતા. તો ગોંડલમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

આજી-2 ડેમના નીચાણવાળા વિસ્તારના લોકોએ સાવચેત રહેવું
રાજકોટ નજીક માધાપર પાસે આવેલા આજી-2 ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં ડેમ 90 ટકા ભરાય ગયો છે અને પાણીની આવક ચાલુ છે. ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે. આથી ડેમની નીચાણવાળા વિસ્તારના અડબાલકા, બાધી, દહિંસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, સખપર, મનહરપુર વગેરે ગામના લોકોએ નદીનાં પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.

લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં.
લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં.

રાજકોટ જિલ્લાના જળાશયોમાં સરેરાશ 31.16 ટકા પાણી
રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડતા નવા નીરની આવક થયેલી છે, જે મુજબ ભાદર ડેમ પર 43 મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી 20.40 ફૂટ, મોજ ડેમ પર 65 મી.મી. વરસાદ સાથે 36.50 ફૂટ, ફોફળ ડેમ પર 39 મી.મી. વરસાદ સાથે 08.40 ફૂટ, વેણુ -2 ડેમ પર 39 મી.મી. વરસાદ સાથે 14.90 ફૂટ, આજી – 1 ડેમ પર 35 મી.મી. વરસાદ સાથે 13.50 ફૂટ, આજી – 2 ડેમ પર 50 મી.મી. વરસાદ સાથે 28.50 ફૂટ, આજી – ૩ ડેમ પર 45 મી.મી. વરસાદ સાથે 21.30 ફૂટ, સોડવદર ડેમ પર 50 મી.મી. વરસાદ સાથે 11.80 ફૂટ, સુરવો પર 45 મી.મી. વરસાદ સાથે 4.40 ફૂટ, ડોડી ડેમ પર 20 મી.મી. વરસાદ, વાછપરી, ગોડલી ડેમ પર 30 મી.મી. વરસાદ સાથે 3.70 ફૂટ, વાછપરી પર 40 મી.મી. વરસાદ, વેરી ડેમ પર 118 મી.મી. વરસાદ સાથે 7.70 ફૂટ, ન્યારી-1 ડેમ પર 16 મી.મી સાથે સાથે જીવંત જળ સપાટી 17.10 ફૂટ.

ન્યારી– 2 ડેમ પર 35 મી.મી. વરસાદ સાથે 11.50 ફૂટ, મોતીસર ડેમ પર 15 મી.મી. વરસાદ સાથે 12.10 ફૂટ, ફાડ્દંગબેટી ડેમ પર 70 મી.મી. વરસાદ સાથે 0.30 ફૂટ, ખોડાપિપર ડેમ પર 35 મી.મી. વરસાદ સાથે 01.10 ફૂટ, લાલપરી પર 40 મી.મી. વરસાદ સાથે 09.90 ફૂટ, છાપરાવાડી -1 મા 55 મી.મી. વરસાદ સાથે 11.20 ફૂટ, છાપરાવાડી-2 મા 51 મી.મી. વરસાદ સાથે 0.10 ફૂટ , ઈશ્વરીયા 65 મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી 4.90 ફૂટ, કરમાળ પર 30 મી.મી. વરસાદ, ભાદર- 2 ડેમમાં 36 મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી 11.00 ફૂટ, કર્ણકી 85 મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી 10.10 ફૂટ સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાસ 33.19 % પાણી (6864 મી.ક્યુ. ફીટ) પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...