તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીને પગલે ગુજરાત સરકારે મહાનગરોમાં રાત્રીના 11 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કર્યો છે, રાજકોટની પ્રજા સરકારના નિર્ણયનું ચુસ્ત પણે પાલન કરે છે તથા પોલીસ એવો દેખાડો પણ કરે છે તે કર્ફ્યૂને સફળ બનાવવા માટે કમરકસે છે પરંતુ આ વાતનું ખંડન કરતો એક વીડિયો વાયરલ થયો છે, જ્યાં દારૂડિયો કબૂલે છે કે તે દેસી દારૂ કુબલિયાપરામાંથી લઈ આવ્યો છે.આ વીડિયોના માધ્યમથી રાજકોટનું પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
કર્ફ્યૂ માત્ર સામાન્ય માણસ માટે દારૂડિયાઓ મોકળા પટ્ટ
કોરોના મહામારીનું સંક્ર્મણ અટકે એ આશય સાથે રાજકોટમાં 11 વાગ્યે કર્ફયૂની અમલવારી શરૂ થઇ જાય છે. અને ભૂલ થી પણ જો કોઈ સામાન્ય માણસ બહાર નીકળે તો પોલીસ તેની સાથે રીઢા ગુનેગાર જેવું વર્તન કરે છે. પરંતુ દારૂડિયાઓ માટે તો જાણે મોકળું મેદાન હોય તેવા દ્રશ્યો આ વાયરલ વીડિયો થકી સામે આવ્યા છે. અહીં પોલીસ તંત્રની દારૂડિયાઓ માટેની રહેમનજર સ્પષ્ટપણે નિહાળી શકાય છે.
કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો રામનાથપરા વિસ્તારના છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ વાયરલ વિડિયો રામનાથપરા વિસ્તારનો છે, જ્યાં કર્ફયૂના સમયે કેટલાક દારૂડિયાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેને એક જાગૃત નાગરિકે પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. અને દારૂડિયા શખ્સને પૂછ્યું કે,આ દારૂ તું ક્યાંથી લઈ આવ્યો' ત્યારે જરા પણ પોલીસની શેહ શરમ રાખ્યા વગર દારૂડિયો બોલ્યો કે, કુબલિયાપરા માંથી દારૂ લઈ આવ્યો છું, દેસી દારૂ છે.' જો કે કેમેરા નિહાળીને આ શખ્સો તુરંત નાસી ગયા હતા. જે વ્યક્તિ ત્યાં હાજર હતો તેણે દેશી દારૂનો આ જથ્થો કુબલિયાપરામાંથી લાવ્યા હોવાનું કબૂલ્યુ હતુ..
સામાન્ય માણસ પર દંડા ઉગામતી પોલીસ આવા દારૂડિયા સામે કાર્યવાહી કરશે કે કેમ ?
મહત્વનું છે કે રાત્રી કર્ફ્યૂના સમયમાં નાગરિકોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુ મળતી નથી અને જો કોઈ પણ કારણોસર તેઓ બહાર નીકળે તો માસ્ક,સોશ્યલ ડિસટન્સ સહિતના મુદ્દે પોલીસ આકાર પગલાં ભરે છે પરંતુ હાલ પોલીસ દારૂ નો જથ્થો અને જગ્યાનો પુરાવો આ વીડિયોના માધ્યમથી મળતા પોલીસ આવા દારૂડિયા સામે કાર્યવાહી કરશે કે કેમ તે એક સવાલ છે .
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.