કોરોના રાજકોટ LIVE:નવા 17 કેસ દાખલ, 12 લોકો કોરોના મુક્ત થતા 57 દર્દીઓ સારવાર હેઠળ

કોરોના13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • યુકેથી આવેલા વધુ એક પ્રવાસીને ચેપ લાગ્યો, 11ની ટ્રાવેલ કે કોન્ટેક્ટ હિસ્ટ્રી જ નથી

રાજકોટ શહેરમાં આજે કોરોનાના એક સાથે 15 કેસ નોંધાયા છે. જયારે 12 લોકો કોરોના મુક્ત થતા હાલ 57 દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી કુલ કેસની સંખ્યા 63833 પર પહોંચી છે. હાલ શાળાઓ ખૂલી તેમજ તહેવાર નજીક આવતા કેસ વધતા તંત્ર દોડતું થયું છે.

11ની ટ્રાવેલ કે કોન્ટેક્ટ હિસ્ટ્રી જ નથી
મનપાની આરોગ્ય શાખાના જાહેર કર્યા મુજબ બુધવારે 17 કેસ આવ્યા હતા. તેમાં અગાઉ અમીન માર્ગ પરથી જે પરિવાર યુકેથી આવ્યો હતો તેમાં એક કેસ હતો ત્યાંથી વધુ કેસ નીકળ્યો છે જેમાં યુકેથી આવેલા 65 વર્ષના વૃદ્ધ પોઝિટિવ થયા છે તેઓએ 2 ડોઝ લીધા છે. આ સિવાય એક 30 વર્ષની યુવતી કે જે અમીન માર્ગ પર રહે છે તે સિક્કિમથી આવ્યા બાદ કોરોનાગ્રસ્ત થઈ છે. જ્યારે બાબરિયા વિસ્તારના 65 વર્ષના વૃદ્ધા વાંકાનેર, સરસ્વતીનગરના 55 વર્ષીય મહિલા ઉત્તરપ્રદેશ અને દ્વારકેશ પાર્કમાં રહેતા 68 વર્ષના વૃદ્ધ જામનગરથી આવ્યા બાદ પોઝિટિવ આવ્યાનું નોંધાયું છે.

34 વર્ષની યુવતી કોરોનાગ્રસ્ત થઇ
ગાંધીગ્રામ વિસ્તારમાંથી અગાઉ એક કેસ આવ્યો હતો તે પરિવારની 34 વર્ષની યુવતી કોરોનાગ્રસ્ત થઇ છે. આ કેસ સિવાય 11 એવા દર્દીઓ છે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેમજ કોઇ પોઝિટિવના સંપર્કમાં નથી આવ્યા તેવું કહે છે એટલે કે ચેપ કઈ રીતે લાગ્યો તેની ખબર નથી. આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે કે હાલ જે કેસ આવ્યા છે તેની ચોક્કસ સંખ્યા વધારે કહી શકાય પણ તેને ચોથી લહેર કહી શકાય નહિ, કારણ કે હજુ પણ છૂટાછવાયા કેસ આવે છે જો એક વખત ક્લસ્ટરિંગ એટલે કે એક સ્થળેથી વધુને વધુ કેસ મળવાના ચાલુ થાય ત્યારે સ્થિતિ વધુ બગડે. હાલ તો ટ્રાવેલિંગ કર્યું હોય અને પછી ચેપ લાગ્યો હોય તેવું ધ્યાને આવી રહ્યું છે.

એક જ દી’માં 10 ડિસ્ચાર્જ, 54 એક્ટિવ
રાજકોટ શહેરમાં એક જ દિવસમાં 10 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા જેથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો પણ નવા કેસ તેના કરતા પણ વધુ આવતા એક્ટિવ કેસ પહેલા કરતા પણ વધીને 54 થઈ ગયા છે. કુલ કેસની સંખ્યા 63818 થઈ છે.

આ વિસ્તારોમાંથી નીકળ્યા કોરોના પોઝિટિવ કેસ
લક્ષ્મીવાડી વોર્ડ નં.14, કેવડાવાડી વોર્ડ નં.14, ગાંધીગ્રામ વોર્ડ નં.1, દ્વારકેશ પાર્ક વોર્ડ નં.1, સરસ્વતીનગર વોર્ડ નં.11, આમ્રપાલી ફાટક વોર્ડ નં.2, સ્વાતિ સોસાયટી વોર્ડ નં.18, અમીન માર્ગ વોર્ડ નં.8, શ્રીમદ્ સોસાયટી વોર્ડ નં.2, રત્નમ સોસાયટી વોર્ડ નં.3, મોટી ટાંકી ચોક વોર્ડ નં.7, બાબરિયા વોર્ડ નં. 17, મેઘાણીનગર વોર્ડ નં.17