તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રાજ્યમાં પ્રથમ વખત રાજકોટમાં કિન્નરો માટે રસીકરણ યોજાયું, 68 કિન્નરોએ રસી લીધી

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના સામે સુરક્ષિત થવા સરકાર દ્વારા સૌ પ્રથમ 45 પ્લસના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ 18 પ્લસને પણ આવરી લેવાયા. સામે સરકારે કિન્નરોને પણ કોવિડથી બચાવા માટે રાજ્યમાં સૌ પ્રથમ વખત માત્ર કિન્નરો માટે જ એક દિવસનું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ 68 કિન્નરોએ રસી લઇ સુરક્ષિત થયા હતા.

કિન્નરોએ પણ જણાવ્યું હતું કે, રસીનો પ્રથમ ડોઝ લેતા એવું લાગે છે કે, હવે અમે જીવી જઇશું, અને કોરોનાથી બચી શકીશું. વધુમાં તેઓએ કહ્યું હતું કે, ભિક્ષા માટે તેઓએ ઘરે-ઘરે જવું પડતું હોય છે, ત્યારે સતત ડર એ વાતનો લાગે કે કોવિડ સંક્રમણ તો નહિ લાગે ને. અને બીજી તરફ તેઓએ લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, જે અંધશ્રદ્ધા અને અફવા લોકોમાં જોવા મળી રહી છે તે તદન ખોટી છે, રસી લેવાથી પોતાનું રક્ષણ થાય છે, જેના માટે દરેકે રસી લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...