તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:રાજ્યમાં પ્રથમવાર રાજકોટ શહેર પોલીસ દ્વારા આત્મનિર્ભર નારી સ્ટુડિયો અને તાલીમ કેન્દ્ર શરૂ કરાયું, રોજગારી પૂરી પાડવાનો ઉદ્દેશ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નામાંકિત વ્યક્તિઓ દ્વારા 10 મહિલાઓએ પ્રારંભિક 2 મહિનાની તાલીમ લીધી

ગુજરાત રાજ્યમાં પ્રથમવાર રાજકોટ શહેર પોલીસ દ્વારા આત્મનિર્ભર નારી સ્ટુડિયો અને તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસની કલ્યાણકારી પહેલ, પોલીસકર્મીઓના પરિવારજનોને લાભદાયક રોજગારી પૂરી પાડવા માટે અને મહિલાઓને આર્થિક સશક્તિકરણમાં લાંબા ગાળે મદદરૂપ થાય તે ઉદેશથી આ તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

2 મહિના સુધી મહિલાઓને તાલીમ આપવામાં આવી છે- પોલીસ કમિશનર
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલા પોલીસકર્મીઓ પોતાના ફ્રી ટાઈમની અંદર સ્વૈચ્છાએ કંઈક કરવા માંગતી હતી. જેથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પહેલા 2 મહિના મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી. જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.

મહિલાઓની બીજી તાલીમ બેચ ટૂંક સમયમાં શરૂ થશે
મહિલાઓની બીજી તાલીમ બેચ ટૂંક સમયમાં શરૂ થશે

તાલીમ કેન્દ્રમાં 2 મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યાં છે
સામાજીક કાર્યકર્તા મિનલબા ગોહિલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આત્મનિર્ભર નારી સ્ટુડિયો અને તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મેનેજર તરીકે 2 મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યાં છે. આ સ્ટુડિયોમાં પોલીસકર્મીઓની પત્નીઓ, દીકરીઓ અને ખુદ્દ મહિલા પોલીસકર્મીઓ આ તાલીમ કેન્દ્ર સાથે જોડાયા છે. આ તાલીમ કેન્દ્રમાં પોલીસકર્મી સિવાયની મહિલાઓ પણ ભાગ લઈ શકે છે. અત્યારે એક બેચ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી બેચ ટૂંક સમયમાં શરૂ થશે.

તાલીમાર્થીઓની બીજી બેચને ટૂંક સમયમાં તાલીમ આપવામાં આવશે
આત્મનિર્ભર નારી સ્ટુડિયોનો ઉદ્દેશ છે કે તેમને બ્યુટી પાર્લરમાં આપવામાં આવતી વિવિધ સેવાઓની તાલીમ આપવી. આ ક્ષેત્રના નામાંકિત વ્યક્તિઓ દ્વારા 10 મહિલાઓએ પ્રારંભિક 2 મહિનાની તાલીમ લીધી હતી અને ગ્રાહકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને હાલમાં આત્મનિર્ભર નારી સ્ટુડિયો સંભાળી રહી છે. તાલીમાર્થીઓની બીજી બેચને ટૂંક સમયમાં તાલીમ આપવામાં આવશે. મહત્વનું છે કે આર્થિક સશક્તિકરણ ઉપરાંત આ પહેલથીએ મુદ્દો સાબિત થયો છે. કે જો આજની મહિલાઓને યોગ્ય તક આપવામાં આવે તો તે મહાન ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો