વરણી:હોદ્ેદારોની વરણીના ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટ ભાજપમાં પ્રમુખ રિપીટ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે પોરબંદરમાં રાદડિયા સામે ચૂંટણી લડનાર ખાચરિયા બન્યા પ્રમુખ
  • 41 પ્રમુખમાંથી પ્રદેશ ભાજપ પ્રમુખે ત્રણ ‘ક’ કમલેશ, કેશુ અને કિરીટને રિપીટ કર્યા

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઇ પ્રદેશ ભાજપે શહેર અને જિલ્લાના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. જેમાં 41 પ્રમુખમાંથી પ્રદેશ ભાજપે માત્ર ત્રણ પ્રમુખને રિપીટ કર્યા છે. જેમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ અને કચ્છ જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ રિપીટ કરવામાં આવ્યા છે. જોગાનું જોગ ત્રણેય નામ ‘ક’થી શરૂ થાય છે. બીજી તરફ રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે અનેક નામોની ચર્ચાઓ વચ્ચે નવું જ નામ જાહેર કરવામાં આવ્યું છે. જેતપુરના ખાચરિયાને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ખાચરિયા 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી રાદડિયા સામે ચૂંટણી લડ્યા હતા. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રથમ વખત નામ રિપીટ થયું છે.

અત્યાર સુધીમાં રાજકોટ ભાજપમાં જીતુભાઇ શાહ 1981થી 87 અને ત્યાર બાદ 2001થી 2003 દરમિયાન તેમજ ધનસુખભાઇ ભંડેરી 2003-2006 અને 2009થી 2013 દરમિયાન બે વખત પ્રમુખ બન્યા છે, પરંતુ કમલેશ મિરાણી 2016થી પ્રમુખ છે અને બીજી વખત પણ તેના નામની મહોર લગાવવામાં આવી છે. શહેર પ્રમુખ તરીકે હાલ મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળતા દેવાંગ માંકડ, ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા સહિતના નામો ચર્ચામાં હતા, પરંતુ મોવડી મંડળે કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાને લઇ તેમજ કોઇ પણ ગ્રૂપના ન હોવા છતાં તમામ ગ્રૂપ સાથે જોડાયેલા મિરાણીને રિપીટ કર્યા છે.

રાજકોટ ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રમુખ રિપીટ થયા છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયાના સ્થાને ભરત બોઘરા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ચેતન રામાણી સહિતના નામો ચર્ચામાં હતા. પરંતુ પ્રદેશ ભાજપે નવું જ નામ જાહેર કરી અનેક લોકોને ઝટકો આપ્યો છે. જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ એસો.ના પૂર્વ પ્રમુખ મનસુખ ખાચરિયાને જિલ્લા ભાજપનું સુકાન સોંપવામાં આવ્યું છે. ખાચરિયા 2009માં પોરબંદર લોકસભા બેઠક પર વિઠ્ઠલભાઇ રાદડિયાની સામે ચુંટણી લડ્યા હતા. આ સમયે રાદડિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી વિજેતા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...