તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમ્પલ ટેસ્ટ:રાજકોટમાં પ્રથમ વખત મેજિક બોક્સથી 10 સ્થળોએ મીઠો માવો, દૂધના સેમ્પલ ટેસ્ટ કરાયા

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેજિક બોક્સમાં 102 પ્રકારના ટેસ્ટ થાય પણ નમૂનો નાપાસ થાય તો લેબમાં નમૂના મોકલવા પડે

રાજકોટ મહાનગરપાલિકાએ દિવાળીના તહેવાર પર મીઠાઇનું વેચાણ વધુ થતું હોવાથી તેના સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. સાથે સાથે મનપાએ સ્થળ પર જ મીઠાઇના સેમ્પલનું પરીક્ષણ થઇ શકે તે માટે મેજિક બોક્સનો ઉપયોગ શરૂ કર્યોો છે. મેજીક બોક્સમાં જુદા જુદા 102 પ્રકારના ટેસ્ટ થઇ શકે છે. પરંતુ જો તેમાં સેમ્પલ નાપાસ થાય તો નમૂના લેબમાં પરીક્ષણ માટે મોકલવા પડે છે. 10 સ્થળો પર માવો, દૂધના પરીક્ષણ મેજિક બોક્સથી કર્યાછે.

રાજકોટ હાનગરપાલિકાને રાજ્ય સરકારે મેજિક બોક્સ ફૂડ ટેસ્ટિંગ કીટ મોકલી છે. આ કીટની મદદથી ખાદ્યપદાર્થમાં ભેળસેળ અંગેના કુલ 102 પ્રકારના જુદા જુદા ટેસ્ટ કરી શકાય છે. મેજિક બોક્સની મદદથી મનપાએ પ્રથમ વખત 10 સ્થળો પર ટેસ્ટિંગ કર્યા હતા. જેમાં ગાયત્રી ડેરી વિદ્યાનગર મેઇન રોડ ખાતે મીઠો માવો, શિવશક્તિ ડેરી રામકૃષ્ણ રોડ ખાતે મિક્સ દૂધ, વિશાલ ડેરી ફાર્મ 80 ફૂટ રોડ ખાતે મીઠો માવો, માટેલ સ્વીટસ્ એન્ડ નમકીન નવા થોરાળા ખાતે મીઠો માવો, ગજાનન ડેરી ફાર્મ દૂધસાગર રોડ ખાતે મીઠો માવો, સત્યમ ડેરી ફાર્મ કોઠારિયા રોડ ખાતે મીઠો માવો, દિલીપ ડેરી ફાર્મ કોઠારિયા રોડ ખાતે મિક્સ દૂધ અને યોગેશ્વર ડેરી કોઠારિયા રોડ ખાતે મીઠામાવાની ચકાસણી કરી હતી. પરંતુ તમામના નમૂના પાસ થયા હતા. જો નમૂના નાપાસ થાય તો ફૂડ એક્ટ મુજબ વેપારી સામે કાર્યવાહી ન થઇ શકે તેથી નાપાસ થયા હોય તે ખાદ્યપદાર્થના સેમ્પલ લેબમાં મોકલવામાં આવે છે.

પનીર, જાંબુ, બરફી, રસગુલ્લાના નમૂના લેવાયા
ફૂડ વિભાગે એસ.પી. સ્વીટસ સાધુવાસવાણી મેઇન રોડ પરથી રસગુલ્લા, યોગેશ્વર ડેરી કોઠારિયા રોડ ખાતેથી બટર સ્કોચ બરફી, આસ્થા એન્ટરપ્રાઇઝ સાધુવાસવાણી મેઇન રોડ પરથી પનીર, અક્ષર રાજ ડેરી પ્રોડક્ટસ પ્રેમમંદિર મેઇન રોડ પરથી ચમચમ માટેનો બેઇઝ તથા શિવ જાંબુવાલા વાણિયાવાડી ખાતેથી ગુલાબ જાંબુના સેમ્પલ લઇ લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો