તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લૂઝિવ:સૌ પ્રથમ વખત પાનેલીમાં 28 કરોડના ખર્ચે માઈક્રો ઈરિગેશન પ્રોજેક્ટ શરૂ થશે; 1400 હેક્ટર વિસ્તારમાં કેનાલમાંથી સીધું ટપક મારફત મળશે પિયત

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ખેડૂતોની પિયત માટે પાણીની અછત ઊભી ન થાય અને કેનાલમાંથી પાણીનો વેડફાટ અટકે તે માટે અનોખો પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત ઉપલેટાના પાનેલી ગામમાં માઈક્રો ઈરિગેશન પ્રોજેક્ટ શરૂ થશે. આ પ્રોજેક્ટથી દેશી પિયત પદ્ધતિના બદલે ટપક સિંચાઈ મારફત પિયતનું પાણી આપવામાં આ‌વશે.

ઉનાળામાં પાણીની અછત ઊભી થાય છે
સૌરાષ્ટ્રના ખેડૂતો પિયતના પાણીની સગવડતાના અભાવે શિયાળુ કે ઉનાળુ પાક લઈ શક્તા નથી. કેનાલની વ્યવસ્થા હોય તો પણ ઉનાળામાં પાણીની અછત ઊભી થાય છે. ત્યારે આ સ્થિતિને જોતા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત માઈક્રો ઈરિગેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

પાણીના બગાડને અટકાવવા માટે પગલું
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઉપલેટાના પાનેલી ગામની 1400 હેક્ટર જમીનમાં પિયત માટે કેનાલમાંથી ટપક મારફત પાણી અપાશે. ધોરિયા મારફત પુષ્કળ પ્રમાણમાં થતા પાણીના બગાડને અટકાવવા 28 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે. 1400 હેક્ટર જમીનમાં આવતાં તમામ ખેડૂતોને ટપક આપવામાં આવશે. મહત્ત્વનું છે કે, પાનેલી ઉપરાંત ભાવનગરના રામધરીમાં પણ આ પ્રોજેક્ટ કાર્યરત થવાનો છે.

ખેડૂતોને તમામ સિઝનમાં મળશે લાભ
ટપક મારફત પિયત આપવાથી પાણીનો મોટાભાગનો વેડફાટ અટકી જશે. જેના કારણે પિયતના પાણીની અછત ઊભી નહીં થાય. કેનાલમાં ઓછું પાણી હશે તો પણ પિયતમાં તેનો ઉપયોગ થઈ શકશે. ઘણી વખત વરસાદ સારો હોવા છતાં ઉનાળામાં પિયતના પાણી માટે સંકટ ઊભું થતું હોય છે, પરંતુ માઈક્રો ઈરિગેશન પ્રોજેક્ટથી સારું ચોમાસું હશે તો તમામ સિઝનમાં ખેડૂતોને પિયતનું પાણી મળી રહેશે.

બેથી અઢી વર્ષમાં પ્રોજેક્ટ થશે કાર્યરત
પ્રોજેક્ટ માટે સૌથી પહેલા આ વિસ્તારમાં સરવેની કામગીરી હાથ ધરાશે. આ સરવે માટેનું એસ્ટિમેટ તૈયાર પણ થઈ ગયું છે. સરવે બાદ મંજૂરીની કામગીરી પૂર્ણ થતાં જ એજન્સીને કામ સોંપવામાં આવશે. માઈક્રો ઈરિગેશન પ્રોજેક્ટની કામગીરી લાંબી હોવા છતાં બેથી અઢી વર્ષમાં કાર્યરત થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...