મળી જીવનની નવી રાહ:નવી ગાઈડલાઈન મુજબ પ્રથમ વખત 3 બાળક દત્તક અપાયા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં અનાથ બાળકોની જિલ્લા વહીવટી તંત્ર સંભાળ રાખે છે અને ત્યાંથી દત્તક પણ અપાય છે. બાળ કિશોર અધિનિયમ એમેન્ડમેન્ટ 2021 અને એડોપ્શન 2022 અંતર્ગત દત્તક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને સત્તા અપાઈ છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં હાલ નવેમ્બર મહિનાને એડોપ્શન માસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે.

જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત નવી ગાઈડલાઈન એડોપ્શન રેગ્યુલેશન 2022 અંતર્ગત જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના 3 આશ્રિત બાળકને ઈચ્છુક દંપતીને દત્તક સોંપ્યા હતા.

બાળકોને પરિવાર મળતા જિલ્લા કલેક્ટરે દત્તક માતા-પિતાને બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પારિવારિક હૂંફ સાથે જવાબદાર પેરેન્ટની ભૂમિકા નિભાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓ પણ હાજર રહી બાળકોને વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...