લક્કી વેક્સિનેશન:રાજકોટમાં વેક્સિનના બીજા ડોઝનો લક્કી ડ્રો, કપડાની ફેરી કરનાર વિજેતા, મનપાએ 50 હજારનો સ્માર્ટફોન આપ્યો, નાનામવા આરોગ્ય કેન્દ્રની ટીમને 21 હજાર ઇનામ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બીજા ડોઝના લક્કી ડ્રોમાં વિજેતા લાભાર્થી મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાને મેયરે 50 હજારનો સ્માર્ટફોન આપ્યો હતો. - Divya Bhaskar
બીજા ડોઝના લક્કી ડ્રોમાં વિજેતા લાભાર્થી મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાને મેયરે 50 હજારનો સ્માર્ટફોન આપ્યો હતો.
  • વેક્સિનેશનની સૌથી વધુ કામગીરી કરનાર નાનામવા આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ.21 હજારનું પ્રોત્સાહક ઇનામ અપાયું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનને પ્રોત્સાહન મળે તે માટે 4 ડિસેમ્બરે સવારે 9 વાગ્યાથી 10 ડિસેમ્બરના સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન વેક્સિનનો બીજો ડોઝ લેનારા લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.50,000 સુધીનો સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રોથી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેક્સિનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ.21 હજારનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું. મનપાએ બીજો ડોઝ લેનાર કાપડાની ફેરીનો વ્યવસાય કરનાર મનુભાઇ અમૃતભાઇ વિજેતા બન્યાહતા. મનપાએ તેમને 50 હજારનો સ્માર્ટફોન આપ્યો હતો. જ્યારે વેક્સિનેશનની સૌથી વધુ કામગીરી કરનાર નાનામવા આરોગ્ય કેન્દ્રની ટીમને 21 હજારનું પ્રોત્સાહક ઇનામ આપ્યું હતું.

કોમ્પ્યુટરરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો
આ બાબતે 14 ડિસેમ્બરના રોજ મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળાની ઉપસ્થિતિમાં કોમ્પ્યપટરરાઇઝ ડ્રો કરવામાં આવ્યો હતો. જેના લક્કી ડ્રોમાં મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાનું નામ જાહેર થયું હતું તથા સૌથી વધુ વેક્સિનેશનની કામગીરી માટે નાનામવા આરોગ્ય કેન્દ્ર પસંદ થયું હતું. આ લક્કી ડ્રો યોજનામાં કુલ 36897 શહેરીજનોએ બીજા વેક્સિનનો ડોઝ લીધો હતો અને તમામ આરોગ્ય કેન્દ્ર પૈકી નાના મવા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા 11636 લોકોને વેક્સિન આપી હતી.

નાના મવા આરોગ્ય કેન્દ્રની ટીમને 21 હજારનું ઇનામ આપવામાં આવ્યું.
નાના મવા આરોગ્ય કેન્દ્રની ટીમને 21 હજારનું ઇનામ આપવામાં આવ્યું.

વિજેતા લાભાર્થી કપડાની ફેરીનો વ્યવસાય કરે છે
લક્કી ડ્રો અંગે ગઈકાલે વિજેતા લાભાર્થી મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાને મેયર, કમિશનર અને પદાધિકારીઓના હસ્તે સ્માર્ટ ફોન (11-એપલ) આપવામાં આવ્યો હતો. સૌથી વધુ વેક્સિનેશનની કામગીરી માટે નાનામવા આરોગ્ય કેન્દ્ર ટીમને 21 હજારનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું. લાભાર્થી મનુભાઈ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા, તેઓ એરપોર્ટ પાસેના અમરજીતનગરમાં રહે છે અને કપડાની ફેરીનો વ્યવસાય કરે છે. તમામ પદાધિકારીઓએ મનુભાઈને શુભેચ્છા પાઠવી હતી અને તેમના વિસ્તારમાં વધુને વધુ વેક્સિનેશન થાય તેવા પ્રયાસ કરશે.

કોમ્પ્યુટરરાઇઝ ડ્રો કરવામાં આવ્યો હતો.
કોમ્પ્યુટરરાઇઝ ડ્રો કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...