મેરિટ:જુનિયર ક્લાર્ક માટે જનરલ-OBCનું મેરિટ 79 પર અટક્યું, EWS 78 પર

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોપરે મેળવ્યા 87 માર્ક, 86 ગુણ સાથેના બીજા સ્થાન પર 6 ઉમેદવાર
  • મનપાની 122 જગ્યા માટે 6 ગણા ઉમેદવારોને ટાઈપિંગ ટેસ્ટ માટે બોલાવાશે

રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની ખાલી પડેલી 122 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં 25579 ઉમેદવારે પરીક્ષા આપી હતી જેનું પરિણામ જાહેર થયું છે અને 79 ગુણ સાથે જનરલ અને ઓબીસી કેટેગરીમાં મેરિટ અટક્યાનું નીકળ્યું છે.

મનપાએ થર્ડ પાર્ટી એજન્સીને પરીક્ષાની જવાબદારી આપી હતી અને 100 માર્કની એમસીક્યુ બેઝ્ડ પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં સૌથી વધુ 87 ગુણ પર એક ઉમેદવાર નોંધાયા છે જ્યારે 86 માર્ક પર 6 ઉમેદવાર છે. આ સાથે જનરલ કેટેગરીમાં 79 માર્ક પર મેરિટ અટક્યું છે, ઓબીસી પર તેટલા જ માર્ક પર છે પણ આ વખતે પ્રથમવખત એવું જોવા મળ્યું હતું કે, ઈડબ્લ્યુએસનું મેરિટ કે જે જનરલ અને ઓબીસીની સાથે જ હોય છે તે એકમાર્ક ઓછા એટલે 78 માર્ક પર અટક્યું છે. હવે જેટલી જગ્યા છે તેના છ ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તેમજ ટાઈપિંગ ટેસ્ટ માટે બોલાવાશે. આ માટે હજુ તારીખ નક્કી કરવાની પણ બાકી છે. .

પરીક્ષાના કટ ઓફની વિગત

કેટેગરીકટ ઓફ
જનરલ79
જનરલ ફીમેલ73
ઓબીસી79
ઓબીસી ફીમેલ74
ઈડબ્લ્યુએસ78
ઈડબ્લ્યુએસ ફીમેલ71
કેટેગરીકટ ઓફ
એસસી77
એસસી ફીમેલ73
એસટી66
એસટી ફીમેલ58
પી.એચ.68
એક્સ આર્મી48
અન્ય સમાચારો પણ છે...