તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:રાજકોટ જિલ્લામાં ધો.1માં RTE હેઠળ ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ, આ વર્ષે 4 હજાર વિદ્યાર્થીને જ એડમિશન અપાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (ફાઇલ તસવીર). - Divya Bhaskar
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (ફાઇલ તસવીર).
  • ગત વર્ષે 533 શાળામાં પ્રવેશ અપાયો હતો, આ વર્ષે 485 શાળામાં એડમિશન અપાશે

રાજકોટ જિલ્લામાં ધો.1માં ખાનગી સ્કૂલમાં ગરીબ પિરવારના સંતાનોને RTE અંતર્ગત આપવાની પ્રવેશની કામગીરી અત્યારે અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવાની મુદત આવતીકાલે પુર્ણ થઇ રહી છે. પરંતુ તેની સામે ગત વર્ષે રાજકોટ જિલ્લામાં 4800 વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા હતા. તેની સાપેક્ષમાં આ વર્ષે જુદા જદા કારણોસર માંડ 4 હજાર વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે.

16 શાળાઓ એવી છે જે લઘુમતી શાળા તરીકે કાર્યરત
રાજ્ય સરકાર દ્વારા RTE એક્ટ હેઠળ ધો.1માં ખાનગી શાળામાં ગરીબ પરિવારના સંતાનોને એડમિશન મળી શકે તે માટેની જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ગત વર્ષે 533 શાળામાં પ્રવેશ અપાયા હતા. જેના બદલે આ વર્ષે 485 શાળામાં એડમિશન અપાશે. જેમાં જુદા જુદા કારણોસર 48 શાળામાં વિદ્યાર્થીઓને એડમિશન નહી મળે. રાજકોટ જિલ્લામાં 16 શાળાઓ એવી છે જે લઘુમતી શાળા તરીકે કાર્યરત છે. જેમાં RTE હેઠળ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવતા નથી. 9 શાળામાં વિદ્યાર્થીઓ નહીંવત છે. જ્યારે 20 સ્કૂલોને તાળા મારવા પડે તેવી સ્થિતિ છે.

આ વર્ષે 48 શાળામાં વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ નહીં મળે
આ સ્થિતિમાં 48 શાળામાં વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ નહીં મળે. જેના કારણે ગત વર્ષે જે 4800 વિદ્યાર્થીઓને ધો.1માં પ્રવેશ મળ્યો હતો. તેની સાપેક્ષમાં આ વર્ષે માંડ 4000 વિદ્યાર્થીને RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશનો લાભ મળશે. રાજકોટમાં ગરીબ બાળકોને જાણિતી ખાનગી શાળાઓમાં એડમિશન મળે તે માટે વાલીઓનો ધસારો વધુ હોય છે. પરંતુ રાજકોટમાં મોદી ગ્રુપની આઠ શાળાઓનો લઘુમતી સ્કૂલમાં સમાવેશ થાય છે. એ જ રીતે સેન્ટ મેરી, સેન્ટ ઝેવિયર્સ, નિર્મલા, સેન્ટ મેરી, ક્રાઇસ્ટ જેવી જાણિતી સ્કૂલો પણ લઘુમતી સ્કૂલ તરીકે નોંધાયેલી હોવાથી આ શાળામાં પણ વિદ્યાર્થીઓને એડમિશન મળતા નથી.

15 લઘુમતી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી
રાજકોટ જિલ્લામાં 15 લઘુમતી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી. બીજી બાજુ આ વર્ષે 6 નવી શાળા મંજૂર થઇ છે. ગત વર્ષે 20 હજાર વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. જેમાંથી 4800 વિદ્યાર્થીના પ્રવેશ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...