પ્રવેશ પ્રક્રિયા:A ગ્રૂપમાં પ્રવેશ માટે વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ ગણિત પાસ કરવું પડશે

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધો.10ના બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ ધો.11 સાયન્સમાં B ગ્રૂપમાં જ પ્રવેશ મેળવી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ના પરિણામ જાહેર કર્યા બાદ ખાસ પરિપત્ર કરી જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત વિષય સાથે ધોરણ 10 પાસ કર્યું છે તે વિદ્યાર્થીઓ આગામી ધો.11 સાયન્સમાં ‘બી’ ગ્રૂપમાં પ્રવેશ લઇ શકશે પરંતુ ગ્રૂપ ‘એ’ કે ‘એબી’ ગ્રૂપમાં પ્રવેશ લઇ શકશે નહીં. એસએસસીમાં જો બેઝિક ગણિતના વિદ્યાર્થીઓએ ધો.11 સાયન્સમાં ‘એ’ અથવા ‘એબી’ ગ્રૂપમાં પ્રવેશ મેળવવો હોય તો આગામી જુલાઈ માસમાં લેવાનારી પૂરક પરીક્ષા સ્ટાન્ડર્ડ ગણિતની પાસ કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડે આ વર્ષથી બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે વિષયની જુદી જુદી પરીક્ષા લીધી હતી. અગાઉ માત્ર ગણિતના એક જ વિષયની પરીક્ષા લેવામાં આવતી હતી. શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે જે વિદ્યાર્થીએ ધોરણ 10 ગણિત બેઝિક સાથે પાસ કરી હોય તે ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં “B’ ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે પરંતુ ‘A’ અથવા ‘AB’ ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે નહિ.

ધોરણ 10 માં ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવા માગતો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પાસ કરી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB પ્રવેશ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...