તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્મફળ:10 વર્ષથી શ્વાનને બિસ્કિટ અને દૂધ આપવાના નિત્યક્રમથી હું લૂંટારુથી બચી

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગીતાબા ભટ્ટી, ભોગ બનનાર - Divya Bhaskar
ગીતાબા ભટ્ટી, ભોગ બનનાર
 • ધર્મમાં કહ્યું છે જેવા કર્મ કરો તેવા ફળ મળશે જેનો મને સાક્ષાત્કાર થયો
 • શ્વાનને બિસ્કિટ આપવા માટે બેગની ચેઇન ખોલી ત્યારે જ લૂંટારુ આવ્યો

ગીતાબા ભટ્ટી, ના જણવ્યા પ્રમાણે, લીંબુવાડી મેઇન રોડ પર રહું છું, મારી ઉંમર 65 વર્ષની છે, ગુર્જર રાજપૂત છું પરંતુ વર્ષોથી જૈન ધર્મ પાળું છું, બુધવારે સવારે 6.30 વાગ્યે નિત્યક્રમ મુજબ નજીકમાં આવેલા ઉપાશ્રયે જવા નીકળી હતી ત્યારે લીંબુવાડી નજીક એક વ્યક્તિ આવ્યો હતો, તે એક્ટિવામાંથી ઉતરી મેદાનમાં ગયો હતો અને પળવારમાં જ મારી સામે આવી મારું ગળું દબાવી મે પહેરેલો સોનાનો ચેઇન આંચકવા લાગ્યો હતો, મે બૂમાબૂમ શરૂ કરી હતી, વહેલી સવાર હોવાથી કોઇની અવર જવર નહોતી પરંતુ નજીકમાં જ સૂતેલા શ્વાન જાગી ગયા હતા અને તે મારી આવી ગયા હતા અને લૂંટારૂ સામે ભસવા લાગ્યા હતા.

શ્વાન જે રીતે ભસતા હતા તે જોઇ લૂંટારૂ ગભરાઇ ગયો હતો અને ભાગ્યો હતો, શ્વાન પણ તેની પાછળ દોડ્યા હતા અને તેને ભગાવી દીધો હતો. હું 10 વર્ષથી દરરોજ મારા ઘરની બહાર શ્વાનને દૂધ પીવડાવું છું, ઘરેથી ઉપાશ્રયે જાવ ત્યારે રસ્તામાં આવતા તમામ શ્વાનને બિસ્કિટ નાખું છું, આ મારી રોજની પ્રક્રિયા છે, લૂંટારૂ આવ્યો ત્યારે હું શ્વાન માટે બિસ્કીટ કાઢવા બેગની ચેઇન ખોલી રહી હતી, નજીકમાં સૂતેલા શ્વાનને હું દરરોજ બિસ્કિટ આપતી હતી, પરંતુ હું તેની પાસે પહોંચું તે પહેલા લૂંટારૂ આવી ગયો હતો, મારો અવાજ અને મારી સ્થિતિ એ અબોલ જીવ પામી ગયા હતા અને મારી મદદે આવી ગયા હતા,

જો શ્વાન મારી મદદે આવ્યા નહોત તો સોનાનો ચેઇન લૂંટવા માટે કદાચ લૂંટારૂ તેની પાસે રહેલા હથિયારનો ઉપયોગ કરી મને ગંભીર ઇજા પહોચાડી શકત અથવા મારી હત્યા પણ કરી શકત પરંતુ નિસ્વાર્થે જે શ્વાનની હું સેવા કરતી હતી તે શ્વાને મારી જિંદગીની સૌથી પડકારજનક સ્થિતિમાં મારી મદદ કરી મારો સોનાનો ચેઇન જ નહી મારો જીવ બચાવ્યો હતો. અમારા ધર્મમાં કહે છે કે, મનુષ્ય જેવા કર્મ કરે તેવા ફળ તેને તેના જીવન દરમિયાન જ મળેછે તેનો મને સાક્ષાત્કાર થયો હતો. શ્વાને જે રીતે લૂંટારૂને ભગાવ્યો તે દ્રશ્ય હું આજે પણ ભુલી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો