મનપાની લાલ આંખ:રાજકોટમાં મનપાની ફૂડ શાખાએ લીધેલા ખાદ્યચીજના નમૂના ફેઈલ, 12 વેપારીને 4.50 લાખનો દંડ ફટકાર્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2006ની કલમ અનુસાર દંડ ફટકારવામાં આવ્યો

ઉનાળાની ઋતુમાં આઇસ્ક્રિમ અને કેરીનું વધુ વેચાણ થતું હોવાથી નગરજનોના સ્વાસ્થ્યની કાળજી રાખી કોરોના મહામારી અને ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે.ત્યારે થોડા દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલીકા ફુડ શાખા દ્વારા લેવાયેલ ખાદ્ય ચીજવસ્તુઓના નમુના સબસ્ટાન્ડર્ડ / મીસબ્રાન્ડેડ જાહેર થતા જવાબદારો પર એજ્યુડીકેશન કાર્યવાહી કરતા એજ્યુડીકેટીંગ ઓફીસર અને રેસીડેન્ટ એડીશનલ કલેક્ટર સાહેબ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ 49-50-51-52 અનુસાર દંડ ફટકારવામાં આવ્યો છે.

આ દુકાનોમાં નોટિસ આપવામાં આવી

1.વિનોદભાઇ રામભાઇ મુંધવા
સ્થળ: શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મ,રામનાથપરા રોડ
દંડની રકમ: રૂ.50,000

2.સંજયભાઇ મુલચંદભાઇ આઇલાણી
સ્થળ: મુલચંદભાઇ ઘી વાળા,કેવડાવાડી
દંડની રકમ: રૂ.20,000

3.રમેશભાઇ કેશવભાઇ વેકરીયા
સ્થળ: રાધે ઘી સેન્ટર, ગોંવિદબાગ શાકમાર્કેટ રોડ
દંડની રકમ: રૂ.20,000

4.પ્રતિકકુમાર પ્રવિણભાઇ ગજેરા
સ્થળ: શ્રીનાથજી ડેરી ફાર્મ, 150 ફૂટ રીંગ રોડ
દંડની રકમ: રૂ.50,000

5.સુનિલ રમણીકલાલ માટલીયા
સ્થળ: વર્ધમાન પ્રો. સ્ટોર, ગીતા મંદિર મેઇન રોડ
દંડની રકમ: રૂ.30,000

6.રાકેશકુમાર હિતેશભાઇ કાનાબાર
સ્થળ: જલારામ ઘી ડેપો,જ્યુબિલી શાકમાર્કેટ સામે, ઢેબર રોડ
દંડની રકમ: રૂ.25,000

7.અજુડીયા ભરત ભીખાભાઇ અને જીગ્નેશ નરશીભાઇ ખુંટ
સ્થળ: જીગ્નેશ ટ્રેડર્સ,કોઠારિયા રોડ
દંડની રકમ: રૂ.25,000

8.વિકી શંકરભાઇ અડવાણી
સ્થળ: મુલચંદ ટેકચંદ અડવાણી, પરાબજાર
દંડની રકમ: રૂ.50,000

9.અશોકકુમાર જાદવભાઇ જીવાણી અને પ્રકાશભાઇ મનસુખભાઇ ડેડાણીયા
સ્થળ: ઉમિયા એજન્સી, ગુંદાવાડી મેઈન રોડ
દંડની રકમ: રૂ.1 લાખ

10. સુરેશભાઇ ખીમાભાઇ સીરોડીયા
સ્થળ: જય નકળંગ ટી સ્ટોલ, લક્ષ્મીનગર ચોક,
દંડની રકમ: રૂ.25,000

11. વિમલભાઇ પરષોત્તમભાઇ ગજેરા
સ્થળ: ક્રિષ્નારાજ ડેરી ફાર્મ એન્ડ અમુલ પાર્લર, કોઠારીયા રીંગ રોડ
દંડની રકમ: રૂ.25,000

12. મહેન્દ્રકુમાર નાથાલાલ સોજીત્રા અને વત્સલ શૈલેષભાઇ બાંભરોલીયા
સ્થળ: ગોલ્ડન સુપર માર્કેટ, અમીન માર્ગ
દંડની રકમ: રૂ.30,000

કેલ્શિયમ કાર્બાઈડવાળી કેરીથી થતું નુકસાન

  • કેલ્શિયમ કાર્બાઈડ એક ધીમું ઝેર છે. પેટમાં, જઠરમાં, આંતરડામાં ચાંદા પડે છે. ફૂડ પોઈઝનિંગ થાય છે.
  • કેલ્શિયમ કાર્બાઈડયુક્ત કેરી છાલ સાથે ખાવાથી મોઢામાં, જીભમાં કે હોઠ પર ફોલ્લા પડે છે. અને ચાંદા પડી જવાની શક્યતા રહે છે.
  • કેલ્શિયમ કાર્બાઈડની સાથે આર્સેનિક અને ફોસ્ફરસ હાઈડ્રાઈડ હોવાથી ઊલટી, ઝાડા સાથે લોહી પણ આવે છે. છાતીમાં બળતરા થવી, તરસ લાગવી, નબળાઈ આવવી, ખોરાક ગળે ઉતારવામાં તકલીફ થવી. આંખમાં, ચામડીમાં બળતરા થાય છે.
  • ચેતાતંત્ર પર નુકસાન કરે છે. જેમાં માથાનો દુખાવો, હૃદય રોગ પણ થાય છે.
અન્ય સમાચારો પણ છે...