રાજકોટ મનપાની ફૂડ શાખાએ શિયાળામાં ધૂમ વેંચાતી ચીકીનું ઉત્પાદન કરતા અને વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં દરોડાની મોટી ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં જુદા જુદા વિસ્તારમાં 3ર વેપારીને ત્યાં ચેકીંગ કરીને 18 દુકાનદારોને લાયસન્સ અને પેકીંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા નોટીસ અપાઇ છે. કોઇપણ નામે, કોઇપણ જાતની ગુણવત્તા-ઉત્પાદનની વિગતો વગર પેકીંગમાં વેંચાતી ચીકીની ગુણવત્તા ચકાસવવાનું શરૂ કરાયું છે.
18 પેઢીને લાઇસન્સ બાબતે નોટીસ
આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.વાંકાણીની યાદીમાં જણાવ્યાનુસાર લક્ષ્મીનગર મેઇન રોડ, મવડી મેઇન રોડ, સાધુવાસવાણી મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ તથા સદર બજાર વિસ્તારમાં આવેલ ચીકીનું ઉત્પાદન, વેંચાણ કરતાં કુલ 32 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. જયારે જેમાં 18 પેઢીને લાઇસન્સ બાબતે તેમજ પેકિંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા બાબતે સૂચના આપી છે. ફૂડ વિભાગ દ્વારા પારસ એગ્રો સોસાયટી, સૂચક સ્કૂલ શાસ્ત્રી મેદાન સામેથી મિડ ડે મીલ કિચનની સ્થળ તપાસ કરી ખાધ્ય ચીજોના 4 નમૂના લેવામાં આવેલ છે.
આ દુકાનદારોને નોટીસ ફટકારી
જે જગ્યાએ પેકીંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા અને લાયસન્સ મેળવવા નોટીસ આપવામાં આવી તેમાં શ્રી રઘુવીર પ્રોવિઝન સ્ટોર શિવ સુપર માર્કેટ બાપા સીતરામ સિઝન સ્ટોર, ઉતમ ચીકી, મધુરમ ચીકી, શ્રીજી ચીકી સ્ટોર, સ્વસ્તિક લાઈવ ચીકી, પ્રેમ ચીકી, શ્રી બાલાજી ચીકી, ચામુંડા સિઝન સ્ટોર. શ્રી ચામુંડા ચીકી સેન્ટરસ્વસ્તિક ચીકી, ઓમ ચીકી સેન્ટર, ઓમ સિઝન સ્ટોર, અંજલી સ્વીટ નમકીન બેકરીનો સમાવેશ થાય છે.
ઉમિયાજી ઓઇલ્સમાં લેબોરેટરી ન હતી
ફૂડ વિભાગની ટિમે સાથે કોઠારીયા સોલવન્ટ મુકામે આવેલ ઉમિયાજી ઓઇલ્સ નામની રીપેકર પેઢીની સ્થળ તપાસ કરતાં સ્થળ પર પેકિંગ યુનિટમાં લેબોરેટરી કાર્યરત ન હોવાથી નોટીસ આપવામાં આવી છે. અહીં તેલ પેકીંગ કરીને વેચવામાં આવતું હતું જયાં હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતની નોટિસ આપીને સ્થળ પર પામોલિન તેલ (લૂઝ)નો નમૂનો લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.