તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:રાજકોટમાં કેલ્શિયમ કાર્બાઈડથી ફળ પકવતા 15 વેપારીઓ પર ફૂડ વિભાગની તવાઈ, 2 દિવસ પહેલા કેરી સહિત 180 કિ.ગ્રા.ચીકુનો નાશ કર્યો હતો

રાજકોટ4 મહિનો પહેલા
કેલ્શિયમ કાર્બાઇડ એક પ્રકારનું ધીમું ઝેર છે
  • કેલ્શિયમ કાર્બાઈડથી પેટ,જઠર અને આંતરડામાં ચાંદા પડવાની સાથે ફૂડ પોઈઝનિંગ પણ થાય છે.

ઉનાળાની ઋતુમાં કેરીનું વેચાણ વધી જતું હોય છે. વધુ નફો લેવા માટે કેરી બગીચામાંથી વહેલી તોડી બજારમાં કૃત્રિમ રીતે પકાવવામાં આવે છે. કેલ્શિયમ કાર્બાઇડ એક પ્રકારનું ધીમું ઝેર છે આમ છતાં તેનો બેફામ ઉપયોગ કરી કેરી પકવવામાં આવી રહી છે.રાજકોટમાં આજે મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા વેપારીઓનુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 15 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. 2 પહેલા પણ આ જ રીતે 18 પડીકી કેલ્શિયમ કાર્બાઇડનો જથ્થો નાશ કર્યો તેમજ કેરી સહિત 180 કિ.ગ્રા. કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલ ચીકુ નાશ કરવામાં આવ્યા હતા

દુકાનોના નામ
આજે રાજકોટની જય જલારામ કેરી ભંડાર અમીન માર્ગ, હીગરાજ ચોક, ચેતન સીઝન સ્ટોર અમીન માર્ગ, અક્ષરમાર્ગ કોર્નર, મનાલી ફ્રેશ ડીંપલ કોમ્પલેક્ષ, અમીન માર્ગ, રાધે કૃષ્‍ના ફ્રુટ ગીરીરાજ હોસ્પિટલ પાસે, ૧૫૦ રીંગ રોડ , મનાલી જ્યુસ એન્ડ ફ્રુટ સરદાર કોમ્પ. યુની. રોડ, ભોલા ફ્રુટ સરદાર કોમ્પ. યુની. રોડ, મોરુકા ગીર કેરી સરદાર કોમ્પ. યુની. રોડ જલારામ ફ્રુટતીર્થરાજ કોમ્પ. યુની. રોડ શ્રીજી મેન્ગો સરદાર કોમ્પ. સામે, યુની. રોડ મોમાઇ કેરી ભંડારશ્રી કોમ્પ. રોડ ગોલ્ડન કેરી ભંડાર સરદાર કોમ્પ. સામે, યુની. રોડ શ્રી સીઝન સ્ટોર ઉમીયાજી કેરી ભંડારમહાલક્ષ્‍મી મે.રોડ. યુની રોડ કોર્નર શુભ કેરી મહાલક્ષ્‍મી મે.રોડ. યુની રોડ કોર્નર વી કે ફ્રુટ માર્કેટીંગ યાર્ડ મહાકાળી ફ્રુટ સેન્ટર કોઠારીયા રોડ પર આવેલી દુકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી

કેલ્શિયમ કાર્બાઇડ એક પ્રકારનું ધીમું ઝેર છે
કેલ્શિયમ કાર્બાઇડ એક પ્રકારનું ધીમું ઝેર છે

રસાયણ કેલ્શિયમ કાર્બાઈડ શું છે ?

  • કેલ્શિયમ કાર્બાઈડ એ મસાલા તરીકે ઓળખાતું પ્રતિબંધિત કેમિકલ છે. કેલ્શિયમ કાર્બાઈડ ગ્રેયીશ વ્હાઈટ કલરના ગઠ્ઠા કે પાઉડર ફોર્મમાં મળતું કેમિકલ છે. જે કેરીના સંસર્ગમાં આવ્યા બાદ કાળુ પડી જાય છે.
  • કેલ્શિયમ કાર્બાઈડ સાથે આર્સેનિક અને ફોસ્ફરસ હાઈડ્રાઈડ જેવા જોખમી કેમિકલનો ભાગ પણ જોવા મળે છે.
  • કેલ્શિયમ કાર્બાઈડને સૂંઘવાથી લસણ જેવી દુર્ગંધ આવે છે.
  • કેલ્શિયમ કાર્બાઈડ પ્રતિ એક કિલો કેરી દીઠ બે ગ્રામ પડીકી રાખવામાં આવે છે અને બોક્સમાં બંધ કરી રાખવામાં આવે છે.
  • કેલ્શિયમ કાર્બાઈડ (Ca C2) બોક્સમાં ભેજ (પાણી)ના સંસર્ગમાં આવવાથી એસિટિલિન ગેસ ઉત્પન્ન થાય છે. જે કેરીને કૃત્રિમ રીતે પકવી કેરીની છાલનો લીલો રંગ પીળો બનાવે છે. અને ચમક આવે છે.
  • કૃત્રિમ રીતે કેમિકલથી પકાવેલી કેરી ત્રણથી ચાર દિવસમાં પાકતી હોવાથી વેપારીઓને વેચાણમાં ફાયદો થાય છે.
આ પહેલા કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલ ચીકુનો નાશ કરવામાં આવ્યો હતો
આ પહેલા કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલ ચીકુનો નાશ કરવામાં આવ્યો હતો

કેલ્શિયમ કાર્બાઈડવાળી કેરીથી થતું નુકસાન

  • કેલ્શિયમ કાર્બાઈડ એક ધીમું ઝેર છે. પેટમાં, જઠરમાં, આંતરડામાં ચાંદા પડે છે. ફૂડ પોઈઝનિંગ થાય છે.
  • કેલ્શિયમ કાર્બાઈડયુક્ત કેરી છાલ સાથે ખાવાથી મોઢામાં, જીભમાં કે હોઠ પર ફોલ્લા પડે છે. અને ચાંદા પડી જવાની શક્યતા રહે છે.
  • કેલ્શિયમ કાર્બાઈડની સાથે આર્સેનિક અને ફોસ્ફરસ હાઈડ્રાઈડ હોવાથી ઊલટી, ઝાડા સાથે લોહી પણ આવે છે. છાતીમાં બળતરા થવી, તરસ લાગવી, નબળાઈ આવવી, ખોરાક ગળે ઉતારવામાં તકલીફ થવી. આંખમાં, ચામડીમાં બળતરા થાય છે.
  • ચેતાતંત્ર પર નુકસાન કરે છે. જેમાં માથાનો દુખાવો, હૃદય રોગ પણ થાય છે.
અન્ય સમાચારો પણ છે...