ભેળસેળની શંકા:ચાની દુકાનોએથી છૂટક ચાની ભૂકીના નમૂના લેતી ફૂડ શાખા

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાની ભૂકીમાં સિન્થેટિક કલરની ભેળસેળની શંકા

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના નાનામવા રોડ પર રાજનગર ચોકમાં આવેલી જય સીયારામ ટી સ્ટોલ અને ચામુંડા ટી સ્ટોલમાં ચા બનાવવા માટે વપરાતી છૂટક ભૂકીના સેમ્પલ તપાસાર્થે લઈને લેબમાં મોકલ્યા છે. ભૂતકાળમાં ચાની દુકાનેથી લેવાયેલી ભૂકીના સેમ્પલ લેવાયા હતા તેમાં નમૂનો ફેલ થયો હતો અને સિન્થેટિક કલરની ભેળસેળ નીકળી હતી. હવે ફરીથી શંકા જણાતા સેમ્પલ લેવાયા છે.

રાજકોટ મહાનગરપાલિકાએ આશરે 5 વર્ષ પહેલા એક સ્થળેથી ભૂકીના નમૂના લીધા હતા અને સ્થળ પર જઈને ચોંકી ગઈ હતી. ચા બનાવ્યા બાદ જે ભૂકી વધતી હતી તેને ફરી એકઠી કરાતી હતી અને તેની સુકવણી કરી દેવાતી હતી ત્યારબાદ તેમાં રંગ ઉમેરી ફરી સુકવણી થતી અને બાદમાં બીજી ભૂકી સાથે ભેળવીને અન્ય દુકાનોમાં છૂટક ભૂકી તરીકે વેચી દેવાતી હતી.

આ દુકાનો તેમાંથી ચા બનાવતા હતા જોકે આ મામલે બેથી ત્રણ વખત લેબ ટેસ્ટ કરાયા હતા અને તેને કારણે નમૂના વિશ્વાસપાત્ર ન રહેતા આખો કેસ જ રફેદફે કરાયો હતો જેમાં મનપાના જ સ્ટાફની વરવી ભૂમિકા સામેલ હતી ત્યારે ફરી ચાનું પ્રકરણ સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...