રાજકોટના નાગરિકોને શુદ્ધ ખાદ્યચીજ મળી રહે એ માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દૈનિક ખાદ્યચીજમાં થતી ભેળસેળ રોકવા માટે સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ છે. હાલ શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો વિશેષ ઉપયોગ થતો હોય છે. જેના ભાગરૂપે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને જય ખોડીયાર ટ્રેડર્સમાં આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં , ભેળસેળ યુક્ત ખાદ્યપદાર્થ મળી આવતા .2.95 લાખનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત અન્ય 4 દુકાનમાંથી ભેળસેળ યુક્ત ફરાળી ખાદ્યચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા.
આ ચીજવસ્તીઓના નમૂના લેવાયા
1) ફરાળી કુકીઝ (લુઝ)
સ્થળ: અમૃત ફુડ્સ, (Twilicious Bekery), પ્લોટ નં.28, તાલુકા પોલીસ સ્ટેશન સામે, સિતારામ પાર્ક કો.ઓ. સોસાયટી, મોટા મૌવા, કાલાવડ રોડ
2) ગાય છાપ રાજગરા લોટ (500 ગ્રામ પેક્ડ) સ્થળ: બાલાજી એન્ટરપ્રાઇઝ, (સેલ પોઇન્ટ સુપર માર્કેટ) ક્લ્યાણ પાર્ટી પ્લોટ સામે, શાસ્ત્રીનગર પાસે, નાના મૌવા મેઈન રોડ
3) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ: રસિકભાઇ ચેવડાવાળા, લીમડા ચોક
4) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ: જોકર ગાંઠીયા, દુકાન નં.5, પંચનાથ કોમ્પલેક્ષ, પંચનાથ મંદિર નજીક, લીમડા ચોક
દંડની વિગત
રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડમાં આવેલ "ગિરિરાજ એન્ટરપ્રાઇઝ"માં ખાદ્યપદાર્થ " Rangoli' Coriander Cumin Powder (500g પેક)" માં કલર તેમજ સ્ટાર્ચની હાજરી અને "Rangoli' Turmeric Powder (500g પેક)" માં હેવી મેટલ્સની હાજરીના કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા નમૂનો " સબસ્ટાન્ડર્ડ" જાહેર થતા આરોપી પ્રકાશભાઇ પ્રવિણભાઇ આભાણીને કુલ મળી રૂ.2,30,000/- નો દંડ ફટકાર્યો હતો.આ ઉપરાંત જૂના માર્કેટીંગ યાર્ડ મુકામે આવેલા "જય ખોડીયાર ટ્રેડર્સ"માં ખાદ્યપદાર્થ "મહાલક્ષ્મી ગ્રાઉન્ડનટ ઓઇલ (પેક્ડ)" માં આયોડીનનું પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા નમૂનો "મિસબ્રાન્ડેડ" જાહે થતા આરોપી સમીરભાઇ મોરાણીને રૂ.65,000/- નો નો દંડ ફટકાર્યો હતો.
ફરાળી ખાદ્યચીજમાં કરેલ ચકાસણીની વિગત
શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય પ્રિપેર્ડ ખાદ્યચીજ નમુના ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી છે જે નીચે મુજબ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.