આરોગ્યના દરોડા:રાજકોટમાં સંત કબીર રોડ પર 20 ખાણીપીણીના સ્ટોલમાં ફૂડ શાખાનું ચેકિંગ, 3 પેઢીને લાયસન્સ અને હાઇજીન મુદ્દે નોટિસ ફટકારી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુદ્ધ ઘી, જાયદી ખજૂર અને તીખા ચવાણાના 4 જગ્યાએથી નમૂના લીધા

જાહેર જનતાના આરોગ્યના હિત માટે રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમે આજે શહેરના વાડવા રોડ-રણછોડદાસ આશ્રમ ચોક થી જલગંગા ચોક-સંત કબીર રોડ પર આવેલા ખાણીપીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું. જેમાં 3 ધંધાર્થીને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.

ખાણીપીણીના આ 20 સ્ટોલમાં ચેકિંગ કરાયું
1. શ્રી પટેલ પાન- લાયસન્સ બાબતે નોટિસ
2. ભરત પ્રોવિઝન સ્ટોર - લાયસન્સ બાબતે નોટિસ
3. મયુર ફરસાણ - હાયજીન બાબતે નોટીસ
4. બાલાજી ફાર્મસી
5. જડેશ્વર ડેરી ફાર્મ
6. મોંજિનિસ કેક શોપ
7. ગાયત્રી ખમણ
8. ભેરૂનાથ નમકીન
9.ભગવતી ફરસાણ
10 બાલાજી ફરસાણ
11. જનતા તાવડો
12. શ્રી રામ ડેરી ફાર્મ
13. લક્ષ્મી સિઝન
14. ગાયત્રી ફરસાણ
15. શ્રીનાથજી પ્રોવિઝન
16. ભગવતી પ્રોવિઝન સ્ટોર
17. નીલકંઠ ડેરી ફાર્મ
18. વીર બાલાજી ફરસાણ
19. શ્રી રામ કરિયાણા ભંડાર
20. શ્રી ચામુંડા ફરસાણ

નમુનાની કામગીરી
1. શુદ્ધ ઘી (લુઝ): સ્થળ- જય જલારામ ઘી ડિપો, એસ. કે. ચોક મેઇન રોડ,નાગબાઈ પાન પાસે, ગાંધીગ્રામ, રાજકોટ
2. મિક્સ ચવાણું (લુઝ): સ્થળ- જે.કે. સ્વીટ & નમકીન, અક્ષર હેબિટેટ કોમ્પ્લેક્સ, પુષ્કર ધામ એવન્યુ, સેટેલાઈટ ચોક, મોરબી રોડ, રાજકોટ.
3. જાયદી ખજૂર (લુઝ): સ્થળ- ભગવતી પ્રોવિઝન સ્ટોર - ગોવિંદ બાગ મેઇન રોડ
4. જાયદી ખજૂર (લુઝ): સ્થળ- શ્રી રામ કરિયાણા ભંડાર - ગોવિંદ બાગ મેઇન રોડ

અન્ય સમાચારો પણ છે...