• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Food Branch Checking On 39 Food And Beverage Traders In Rajkot, 17 Kg Of Stale Bread Destroyed On The Spot, Notices Issued To 7 Traders

આરોગ્યના દરોડા:રાજકોટમાં 39 ખાણીપીણીના ધંધાર્થીઓ પર ફૂડ શાખાનું ચેકિંગ,17 કિલો વાસી બ્રેડનો સ્થળ પર નાશ, 7 વેપારોને નોટિસો ફટકારી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
નોનવેજ વેંચતા ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગના દરોડા - Divya Bhaskar
નોનવેજ વેંચતા ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગના દરોડા
  • બે દુકાનોમાંથી ચા અને ઘીના સેમ્પલ લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આજરોજ વન રોડ વન વિક ઝુંબેશ અંતર્ગત કાલાવડ રોડ, 150 ફૂટ રિંગરોડ અને રૈયારોડ ઉપર જુદા જુદા 39 ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચકાસણી કરાઈ હતી.આ ચકાસણી દરમિયાન 17 કિલો વાસી બ્રેડનો નાશ કરાયો હતો અને 7 વેપારી પેઢીને લાયસન્સના પ્રશ્ને નોટિસો અપાઈ હતી તેમજ માધાપર ચોકડી, એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ ભગવતી ટી સ્ટોલમાંથી ચાલ (લુઝ)નો તેમજ 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલ રિલાયન્સ રીટેલ લી.-રિલાયન્સ માર્કેટમાંથી સાગર પ્યોર ઘી (5 લીટર પેકડ)નો નમુનો લેવાયો હતો અને બન્ને નમુનાને લેબોરેટરી ચકાસણી માટે મોકલી દેવાયા હતા.

7 વેપારીઓને નોટિસો આપવામાં આવી
ફૂડ શાખા દ્વારા જે 7 વેપારીઓને નોટિસો આપવામાં આવી છે તેમાં સુલ્તાન ઈબ્રાહીમ ઇંડાવાળા (મહિલા કોલેજ બ્રિજ ઉપર), શાહીન ઇંડાકરી (150 ફૂટ રિંગરોડ), રોનક પાન એન્ડ ટી સ્ટોલ (રૈયારોડ અન્ડરબ્રિજ પાસે), રોશની પાન એન્ડ ટી સ્ટોલ (રૈયારોડ અન્ડર પાસે), શ્રી મોમાઈ ટી સ્ટોલ (રૈયારોડ અન્ડરબ્રિજ પાસે) અને શ્રીનાથજી ટ્રેડર્સ (રૈયારોડ-સદ્ગુરુ કોમ્પ્લેકસ પાસે) તથા જલારામ પાર્લર (રૈયારોડ હનુમાન મઢી પાસે)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલ બુખારી આમલેટમાંથી 6 કિલો, કિસ્મત આમલેટમાંથી 2 કિલો, શાહિલ આમલેટમાંથી 4 કિલો અને અલીફ આમલેટમાંથી 3 કિલો વાસી બ્રેડનો નાશ કરાયો હતો.

2 દિવસ પહેલા નકલી જ્યુસ ઝડપાયું
કોરોના કાળમાં રોગ પ્રતિકારક શકિત વધારવા લોકો ઇમ્યુનિટી વધારવા કુદરતી રસ્તા તરફ વળ્યા છે. નવી જાગૃતિ સાથે જુદી જુદી પ્રકારના કુદરતી પીણાનો ઉપયોગ પણ વધાર્યો છે ત્યારે બજારમાં આવી શકિત વધારતા પીણાનું પણ ખુબ વેચાણ થઇ રહ્યું છે તેમાં રાજકોટમાં 2 દિવસ પહેલા મનહર પ્લોટ-6ના ખુણે સ્વસ્તિક એજન્સીમાંથી પ્રીકલી પીયર કેકટસ ફ્રુટ(થોર) લેવામાં આવેલ ઇમ્યુનિટી બુસ્ટર જયુસનો નમુનો નાપાસ જાહેર થયો છે. જુદી જુદી બિમારીઓનો સામનો કરતા લોકોને ફાયદો કરે તેવા પ્રચાર સાથે વેચાતા આ જ્યુસનો નમુનો મિસ બ્રાન્ડેડ જાહેર કરતા કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...