વરસાદ:રાજકોટમાં વરસાદને પગલે આજે પણ શાળાઓ બંધ, કોલેજ અને યુનિવર્સિટી ચાલુ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં થયેલા ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરના આદેશને પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સોમવારે તો રજા જાહેર કરવામાં આવી હતી સાથે સાથે 14મીને મંગળવારે પણ શાળાઓમાં રજા જાહેર કરી છે અને દરેક શાળા સંચાલકોને પણ જણાવી દેવાયું છે જેથી તેઓ દરેક વાલીઓ સુધી મેસેજ પહોંચાડી શકે. બાળકોની સલામતીને પગલે મંગળવારે રાજકોટની તમામ શાળાઓમાં ડીઈઓએ રજા જાહેર કરી છે જ્યારે બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન કોલેજો અંગે યુનિવર્સિટીએ કોઈ નિર્ણય નહીં લેતા મંગળવારે કોલેજો ચાલુ રહેશે.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર તરફથી મળેલી સૂચના અનુસાર રાજકોટ શહેર તથા જિલ્લાની તમામ ધો.1થી 12ની શાળાઓને ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ બાળકોની સલામતી માટે તા.14ને મંગળવારે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ રાખવા તેમજ શાળાના આચાર્યએ પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...