સર્ચ ઓપરેશન:ચાઇનીઝ કંપની OPPO પર પડેલા દરોડાના પગલે રાજકોટમાં પૂજારા ટેલિકોમ રડારમાં આવતા ITનું સર્ચ ઓપરેશન શરુ

રાજકોટએક મહિનો પહેલા
પુજારા ટેલિકોમની મુખ્ય ઓફિસ પર ઇન્કમ ટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
  • પૂજારા ટેલિકોમની ગુજરાતમાં OPPO ના મુખ્ય ડીલર તરીકે ગણના થાય છે
  • પુજારાના CA જે.સી.રાણપરાની ઓફિસમાં પણ આયકર વિભાગ ત્રાટક્યું

હાલ OPPO મોબાઈલની દિલ્હી ખાતેની હેડઓફિસમાં નાણાંકીય ગોટાળાના પગલે આવકવેરા વિભાગ દ્વારા દેશવ્યાપી દરોડા પાડવામાં આવી રહ્યા છે. હાલ રાજકોટના પૂજારા ટેલિકોમની ગુજરાતમાં OPPOના મુખ્ય ડીલર તરીકે ગણના થાય છે. જેને પગલે શહેરમાં પુજારા ટેલિકોમની મુખ્ય ઓફિસ પર ઇન્કમ ટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.આ સાથે તેના CA જે.સી.રાણપરાની ઓફિસમાં પણ આયકર વિભાગ ત્રાટક્યું છે.

ચુસ્ત પોલોસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ છે
ચુસ્ત પોલોસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ છે

OPPO મોબાઈલના ડિલરને ત્યાં ત્રાટકયું
આ અંગેની આવકવેરા વિભાગના સુત્રોમાંથી મળતી વિગત અનુસાર OPPO મોબાઈલની દિલ્હી ખાતેની હેડઓફિસમાં નાણાંકીય ગોટાળાના પગલે આવકવેરા વિભાગ દ્વારા રાજકોટ સહિત દેશ વ્યાપી OPPO મોબાઈલના ડિલરને ત્યાં ત્રાટકયું છે અને એક સાથે અનેક રાયોમ ઓપોના ડિલરને ત્યાં સર્ચ ઓપરેશન હાથ આજે આઈ ટી નું આ મેગા સર્ચ ઓપરેશનમાં ભારે ચર્ચામાં રહ્યું છે.

બેનામી વ્યવહાર મળે તેવી શકયતા
પુજારા ટેલિકોમની સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ CA જે.સી.રાણપરાની રાજકોટ ઓફિસમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવાના આવ્યું છે. પૂજારા ટેલિકોમના CA જે.સી.રાણપરાની ઓફિસમાં પણ અચાનક આવક વેરા વિભાગની ટીમ ત્રાટકતા પૂજારા ટેલિકોમના બેનામી વ્યવહાર મળે તેવી શકયતા સેવાઈ રહી છે.

પુજારા ટેલિકોમની મુખ્ય ઓફિસ પર ઇન્કમ ટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
પુજારા ટેલિકોમની મુખ્ય ઓફિસ પર ઇન્કમ ટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

દિલ્હીથી આવેલી ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
ઇન્કમટેકસ વિભાગના દરોડા ભારે ગુપ્ત રીતે થતા હોય છે પરંતુ રાજકોટમાં આજે વહેલી સવારે પુજારા ટેલીકોમ પડેલા દરોડાની જાણ સ્થાનિક આવકવેરાના અધિકારીઓને પણ હતી નહિ. એસ્ટ્રોન ચોક પાસે આવેલ પુજારા ટેલીકોમના શોરૂમ અને આ જ વિસ્તારમાં આવેલી ઓફિસ તેમજ હરિહર સોસાયટી માં આવેલા તેમના બંગલા સહિતના સ્થળો પર અમદાવાદ અને દિલ્હીથી આવેલી ટીમએ સવારે એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પુજારા ટેલિકોમના માલિક યોગેશ પુજારાની ફાઈલ તસવીર
પુજારા ટેલિકોમના માલિક યોગેશ પુજારાની ફાઈલ તસવીર

માલિક અને મેનેજીંગ ડિરેક્ટરના ઘરે પણ દરોડા પડ્યા
પ્રાપ્ત વિગત મુજબ બિલ્ડરો બાદ હવે રાજકોટમાં ટેલિકોમ કંપની પર ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રખ્યાત પુજારા ટેલિકોમના માલિક યોગેશ પુજારા અને મેનેજીંગ ડિરેક્ટર રાહીલ પુજારાના રહેણાંક મકાન તેમજ સરદારનગર સ્થિત પુજારા ટેલિકોમ શો-રૂમ ખાતે આજે સવારથી પોલિસ બંદોબસ્ત સાથે ઇન્કમ ટેક્સ વિભાગ ત્રાટક્યું છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઇન્કમ ટેક્સ દ્વારા પુજારા ટેલિકોમના ઓફિસ અને ઘર પર હાલ દસ્તાવેજો તેમજ હિસાબો ચેક કરવા કાર્યવાહી હાથ ધરી છે.

પુજારાના CA જે.સી.રાણપરાની ઓફિસમાં પણ આયકર વિભાગ ત્રાટક્યું
પુજારાના CA જે.સી.રાણપરાની ઓફિસમાં પણ આયકર વિભાગ ત્રાટક્યું

દસ્તાવેજોની તપાસ શરુ કરવામાં આવી
વધુમાં મળતી વિગત અનુસાર પુજારા ટેલીકોમ અને તેની સાથે સંકળાયેલા જાણીતા CA જે.સી.રાણપરાની શાસ્ત્રી મેદાન પાસે આવેલી સ્ટાર એવન્યુ કોમ્પલેક્ષમાં આવેલી ઓફીસને કવર કરી ત્યાં પુજારા ટેલીકોમના દસ્તાવેજોની તપાસ શરુ કરવામાં આવી હતી. સૂત્રોમાંથી મળતી અને ચર્ચાતી વિગતો મુજબ, પુજારા ટેલિકોમની ઓફિસમાં સર્ચ દરમ્યાન અમુક દસ્તાવેજો અને બે વર્ષના અગાઉના ચોપડા તેમનાથી એને ત્યાં હોવાથી ત્યાં સુધી તપાસનો રેલો પહોંચ્યો છે.

મેનેજીંગ ડિરેક્ટર રાહીલ પુજારાની ફાઈલ તસવીર
મેનેજીંગ ડિરેક્ટર રાહીલ પુજારાની ફાઈલ તસવીર
આઇટી વિભાગના સર્ચ ઓપરેશનમાં તપાસ બાદ શું સામે આવે છે તે જોવાનું રહ્યું
આઇટી વિભાગના સર્ચ ઓપરેશનમાં તપાસ બાદ શું સામે આવે છે તે જોવાનું રહ્યું

સમગ્ર ગુજરાતમાં પુજારા ટેલિકોમના 150થી વધુ મોબાઈલ સ્ટોર છે
ઉલ્લેખનીય છે કે પુજારા ટેલિકોમની શરુઆત રાજકોટથી થઇ હતી અને ટેલિકોમ દુનિયામાં ગુજરાતમાં તેઓ આગવી ઓળખ ધરાવે છે. આજે સમગ્ર ગુજરાતમાં પુજારા ટેલિકોમના 150થી વધુ મોબાઈલ સ્ટોર ઉપલબ્ધ છે. ત્યારે અચાનક આવી પડેલા આઇટી વિભાગના સર્ચ ઓપરેશનમાં તપાસ બાદ શું સામે આવે છે તે જોવાનું રહ્યું. હાલ ચુસ્ત પોલોસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ છે. જ્યારે કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. રાજકોટમાં મોબાઈલ વિક્રેતાને ત્યાં આઇટી વિભાગના દરોડાની કામગીરીને રાજકોટ પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે.

ચુસ્ત પોલોસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ છે
ચુસ્ત પોલોસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ છે

કરચોરોમાં ભારે ફફડાટ ફેલાયો
દિવાળી પછી આવકવેરા વિભાગ ખાતુ હરકતમાં આવેલ છે. અમદાવાદ અને રાજકોટમાં રિયલ એસ્ટેટના ધંધાર્થીઓને ત્યાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ કરોડો પિયાના બિનહિસાબી વ્યવહારો બહાર આવ્યા બાદ આવકવેરા વિભાગે વધુ એક વખત રાજકોટના નામાંકિત પુજારા ટેલીકોમ પર તવાઈ ઉતારતા કરચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.