• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Following The Code Of Conduct, The Foundation Day Celebration Of Manpa Was Canceled For The Third Time In A Row, After Two Years Of Corona, This Time The Election Was Eclipsed.

રાજકોટના સમાચાર:આચાર સંહિતાને પગલે મનપાના સ્થાપના દિવસની ઉજવણી સતત ત્રીજી વખત રદ્દ,બે વર્ષ કોરોના બાદ આ વખતે ચૂંટણીનું ગ્રહણ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

રાજકોટમાં આગામી તા.19 નવેમ્બરના રોજ મ્યુનિ. કોર્પોરેશનનો સ્થાપના દિન આવી રહ્યો છે. પરંતુ આ વખતે પણ ચૂંટણી આચારસંહિતા હોય, સ્થાપના દિનના કોઇ કાર્યક્રમ થઇ શકવાના નથી. શનિવારના રોજ મનપા તેના કાર્યકાળના 50માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. દર વર્ષે સ્થાપના દિને મહાપાલિકા જાહેર જનતા માટે સંગીત સંધ્યા જેવા જાહેર કાર્યક્રમ યોજતી હોય છે. આ વખતે ચૂંટણી આચારસંહિતા અમલમાં છે. અગાઉના બે વર્ષ કોરોના કાળમાં પસાર થયા હતા. આમ સતત ત્રીજા વર્ષે કોર્પો.ના સ્થાપના દિને રંગારંગ ઉજવણી થવાની નથી.

એકંદરે સ્થાપના દિનની ઉજવણી રદ
જોકે તંત્ર દ્વારા રોશની, રંગોળી જેવો શણગાર કરી શકાય તેવો મત છે. છતાં ચૂંટણી તંત્રનું માર્ગદર્શન લઇને કચેરી પર સુશોભન કરવા નિર્ણય લેવામાં આવનાર છે. હાલ કમ સે કમ કોઇ મોટા કાર્યક્રમ નહીં યોજાય તે નકકી છે. તમામ કોર્પોરેટર અને પદાધિકારીઓ હાલ આચારસંહિતા હેઠળ સક્રિય પદ વગરના બન્યા છે. લોકો પર પ્રભાવ પાડી શકાય તેવું કોઇ કાર્ય કે કાર્યક્રમ કરી શકાય તેમ નથી. આથી આ વર્ષે પણ મનપામાં એકંદરે સ્થાપના દિનની ઉજવણી રદ જેવી જ રહેશે.

ફૂડ વિભાગ દ્વારા ન્યુટ્રીશન પાવડર-ટેબ્લેટના નમુના લેવાયા
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા રાબેતા મુજબ આરોગ્યલક્ષી ચેકીંગ ચાલુ રાખવામાં આવ્યું છે. આજે ફૂડ તંત્રએ બે જાણીતા મેડીકલ સ્ટોરમાંથી બાળકો માટેના નેસ્લે પ્રો પાવડર અને શકિતવર્ધક ટેબ્લેટના સેમ્પલ લઇને લેબોરેટરી પરીક્ષણમાં મોકલ્યા છે. તો કુવાડવા રોડ પર 20 દુકાનોમાં ચકાસણી પણ કરી હતી. ફૂડ વિભાગ દ્વારા નાના મવા રોડના શાસ્ત્રીનગર સામે આવેલા બિઝનેસ ટર્મીનલમાં એપોલો ફાર્મસીમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું ત્યાંથી 1 વર્ષથી 1.5 વર્ષ સુધીના બાળકોને પોષણ માટે આપવામાં આવતા નેસ્લે નાન પ્રો ફોલોઅપ ફોર્મ્યુલા પાવડર 400 ગ્રામ પેકીંગનો નમુનો લેવામાં આવ્યો હતો.

પ્રિપેડ ફૂડ, ખાદ્યતેલના 16 નમુના ચકાસવામાં આવ્યા
નાના બાળકોને પોષણ માટે આ સપ્લીમેન્ટરી ફૂડ ડોકટરની ભલામણથી પણ આપવામાં આવે છે. તો હનુમાન મઢી ચોકમાં આવેલ દેવપુષ્પ મેડીકલ સ્ટોરમાંથી આલ્કેમ એ ટુ ઝેડ એનએસ+ ન્યુટ્રાસ્યુટીકલ ટેબ્લેટનો નમુનો પણ લઇ પરીક્ષણમાં મોકલાયો છે. શકિતવર્ધક આ ટેબ્લેટ અંગે પણ રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન દ્વારા પારેવડી ચોકથી કુવાડવા રોડના રસ્તા 20 દુકાનોમાં ઠંડા પીણા, દૂધ, પ્રિપેડ ફૂડ, ખાદ્યતેલના 16 નમુના ચકાસવામાં આવ્યા હતા. જે જગ્યાએ ચેકીંગ કરવામાં આવ્યું

ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 18 ડિસેમ્બર સુધી ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
ઉત્તર મધ્ય રેલવે આગ્રા ડિવિઝનના આગ્રા સિટી-રાજા કી મંડી સ્ટેશનો વચ્ચેના ટ્રેકના પુનર્નિર્માણના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર ઓખાથી 20મી નવેમ્બરથી લઈને 18મી ડિસેમ્બર, 2022 સુધી ઉપડનારી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ વાયા આગ્રા કેન્ટ-આગ્રા ફોર્ટ-યમુના બ્રિજ થઈને દોડશે.ગોરખપુરથી 17મી નવેમ્બરથી લઈને 22મી ડિસેમ્બર, 2022 સુધી ઉપડનારી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ વાયા યમુના બ્રિજ-આગ્રા ફોર્ટ-આગ્રા કેન્ટ થઈને દોડશે.ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે