તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં વિકરાળ રૂપ લઈ રહેલા કોરોના વાઈરસ પર અંકુશ લગાવવા માટેને તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. ત્યારે હવે વેપારી, મેડિકલ એસોસિયેસન તેમજ હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં કર્ફ્યૂ તેમજ લોકડાઉન લાદવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ આજે કોર કમિટીની બેઠકમાં લોકડાઉન અંગેની જાહેરાત કરવાની વાત કરી છે. એવી ચર્ચા ચાલી છે કે, આવી સ્થિતિમાં લોકોમાં સૌથી મોટી ચિંતા કર્ફ્યૂમાં શું ચાલુ રહેશે અને શું બંધ થશે એની હોય છે. સાથે રાજકોટમાંમાં લોકડાઉનના ભણકારાને પગલે લોકો નિયમો નેવે મૂકી લોકો ઉમટી પડ્યા હતા. હાલ બજારમાં ટ્રાફિક જામ સર્જાયો છે અને ઠેર ઠેર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોરોના વધુ વકરશે અને સ્થિતિ વધારે પ્રમાણમાં વણસી જશે
રાજકોટીયન્સ લોકડાઉનનું નામ સાંભળતા શહેરના બજારો અને મોલમાં ખરીદી માટે ઉમટી પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે શહેરના હાર્દસમા પરાબજાર, દાણાપીઠ, જ્યુબિલી રોડ સહિતનાં વિસ્તારોમાં કોરોના નિયમોનો ઉલાળીયો થતો જોવા મળ્યો હતો. ઉલ્લખનીય છે કે જો મોલ અને માર્કેટમાં ભીડ ભેગી થશે તો કોરોના વધુ વકરશે અને સ્થિતિ વધારે પ્રમાણમાં વણસી જશે.
લોકડાઉનનાં ડરથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમો ભુલાયા
સવારથી ચાલી રહેલી લોકડાઉનની સંભાવનાને પગલે રાજકોટના શહેરીજનો કપડાં, કરિયાણું સહિતની જીવનજરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે બજારોમાં એકઠા થઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ ઉડતા જોવા મળી રહ્યા છે. ત્યારે પહેલાથી જ રાજ્યમાં દૈનિક 3 હજારની આસપાસ નવા કેસ નોંધાય છે, તો જો આજ રીતે ભીડ એકઠી થશે તો સંક્રમણનું પ્રમાણ બમણું થઈ શકે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.