CM પર ફરી કટાક્ષ:લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં, CMના વાઇરલ વીડિયોની બનાવી મજાક, હાલો ફ્રાય ફ્રેંચી ખવડાવું કહી બનાવ્યો વીડિયો

રાજકોટએક વર્ષ પહેલા
આ પહેલા પણ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં વિવાદોમાં સપડાયા હતા.
  • દેવાયત ખવડએ વીડિયો બનાવતા વિવાદ સર્જાયો છે

સોશીયલ મીડિયામાં વારંવાર વિવાદોના ઘેરામાં રહેતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. આ સમયે તેઓ સોશીયલ મીડિયામાં એક વીડિયો અપલોડ કર્યો જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના એક વાઇરલ વીડિયોનો કટાક્ષ રૂપે વીડિયો બનાવી મુખ્યમંત્રીની મજાક કરતા હોય તેમ વીડિયો બનાવ્યો હોવાના આક્ષેપો તેમના પર થઈ રહ્યા છે.

દેવાયત ખવડએ વીડિયો બનાવતા વિવાદ સર્જાયો છે
રાજકોટ સ્થિત રહેતા લોકસાહિત્ય કાર દેવાયત ખવડ ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. હાલ તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવ્યો છે જેમાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરી રહ્યા છે. વાઇરલ વીડિયોમાં દેવાયત ખવડના બોલેલા શબ્દો,'અમને તો એમ હતું કે જમી લીધું હશે તમે બાકી હોય તો હાલોને ફ્રાય ફ્રેંચી ખવડાવું.' ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેઓ ફ્રાય ફ્રેંચી શબ્દ બોલ્યા હતા જેની કોપી કરી દેવાયત ખવડએ વીડિયો બનાવતા વિવાદ સર્જાયો છે.

આ પહેલા પણ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં વિવાદોમાં સપડાયા હતા.
દેવાયત ખવડ પોતાના ડાયરામાં હર હમેશ બોલતા એક ડાયલોગ થી ફેમસ થયા છે. તેઓ હંમેશા પોતાના દાયરામાં આ ડાયલોગ જરૂર બોલતા હોય છે જે છે "રાણો રાણા ની રીતે હો" દેવાયત ખવડ થોડા સમય પહેલા ટિકટોક પર વીડિયો બનાવતી યુવતી કીર્તિ પટેલ સાથે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં વિવાદોમાં સપડાયા હતા.