USમાં કિર્તીદાનની રમઝટ:લોકગાયક કિર્તીદાન ગઢવી પર અમેરિકામાં યોજાયેલા કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થયો

રાજકોટ7 મહિનો પહેલા
કોરોના મહામારી બાદ વિદેશની ધરતી પર કિર્તીદાન ગઢવીએ ધૂમ મચાવી દીધી
  • જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અમેરિકામાં છે અને ગુજરાતીઓને ગરબાની મોજ કરાવી રહ્યા છે

ગુજરાત લોકગાયકોની ભૂમિ રહી છે. ગુજરાતના અનેક મહાન લોકગાયકો અને કલાકારો આ ધરતી પર પૈદા થયા છે. ત્યારે લોક લાડીલા કિર્તીદાનના ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ હવે સામાન્ય વાત બની ગઈ છે. કોરોના મહામારી બાદ વિદેશની ધરતી પર કિર્તીદાન ગઢવીએ ધૂમ મચાવી દીધી છે. હાલ જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અમેરિકામાં છે અને ગુજરાતીઓને ગરબાની મોજ કરાવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર કિર્તીદાન ગઢવીના ગરબામાં અમેરિકામાં ડોલર ઉડ્યા છે. કિર્તીદાન ગઢવીએ હાલ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શૅર કર્યા છે.

ગુજરાતીઓ દ્વારા ડોલરનો વરસાદ કરાયો
ગુજરાતીઓ દ્વારા ડોલરનો વરસાદ કરાયો

કિર્તીદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે
આ વિશે મળતી માહિતી પ્રમાણે USAનાએક કાર્યક્રમમાં ગુજરાતીઓ સહીત ભારતીયોને કિર્તીદાન ગઢવીએ ગરબામાં રમઝટ બોલાવી દીધી છે. ત્યારે કિર્તીદાનના કંઠે ગવાયેલા ગીત અને ગરબામાં ડોલરનો વરસાદ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. કિર્તીદાન ચાલું વર્ષે નવરાત્રી USAની ભૂમિ પર સતત અલગ અલગ સીટીમાં ગરબા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી કિર્તીદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે છે.

ગુજરાતીઓ સહીત ભારતીયોને કિર્તીદાન ગઢવીએ ગરબામાં રમઝટ બોલાવી દીધી
ગુજરાતીઓ સહીત ભારતીયોને કિર્તીદાન ગઢવીએ ગરબામાં રમઝટ બોલાવી દીધી

ગુજરાતીઓ મન મૂકીને રાસગરબા કર્યા હતા
થોડા સમય પહેલા એટલે નવરાત્રિ પહેલા અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતીઓ મન મૂકીને રાસગરબા કર્યા હતા. જેમાં કિર્તીદાનના ગરબાની રમઝટમાં ડોલર ઉડ્યા હતા. ત્યારબાદ લોકગાયક કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શૅર કર્યા હતા. અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કિર્તીદાનને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ગુજરાતીઓએ ડોલરનો વરસાદ કરાયો હતો.અત્રે નોંધનીય છે કે, કિર્તિદાનનો પહેલો શો અમેરિકાના શિકાગોમાં થયો હતો. ત્યારબાદ તેઓ ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી વગેરે જગ્યાએ શો યોજશે તેવું જાણવા મળી રહ્યું છે.

અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો
અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો
અન્ય સમાચારો પણ છે...