ગુજરાત લોકગાયકોની ભૂમિ રહી છે. ગુજરાતના અનેક મહાન લોકગાયકો અને કલાકારો આ ધરતી પર પેદા થયા છે. ત્યારે લોક લાડીલા કીર્તિદાનના ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ હવે સામાન્ય વાત બની ગઈ છે. કોરોના મહામારી બાદ વિદેશની ધરતી પર કીર્તિદાન ગઢવીએ ધૂમ મચાવી દીધી છે. હાલ જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અમેરિકામાં છે અને ગુજરાતીઓને ગરબાની મોજ કરાવી રહ્યા છે, ત્યારે આજે ભાઇબીજના દિવસે કીર્તિદાન ગઢવીના ગરબામાં અમેરિકામાં ડોલર ઊડ્યા છે. ગઢવીએ હાલ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શૅર કર્યા છે.
કીર્તિદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે
આ વિશે મળતી માહિતી પ્રમાણે, USAના એક કાર્યક્રમમાં ગુજરાતીઓ સહિત ભારતીયોને કીર્તિદાન ગઢવીએ ગરબામાં રમઝટ બોલાવી દીધી છે. ત્યારે કીર્તિદાનના કંઠે ગવાયેલા ગીત અને ગરબામાં ડોલરનો વરસાદ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. કીર્તિદાન ચાલુ વર્ષે નવરાત્રિમાં USAની ભૂમિ પર સતત અલગ અલગ સિટીમાં ગરબા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે અમેરિકામાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી. ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે છે.
ગુજરાતીઓએ મન મૂકીને રાસ-ગરબા કર્યા હતા
થોડા સમય પહેલાં એટલે નવરાત્રિ પહેલાં અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતીઓએ મન મૂકીને રાસ-ગરબા કર્યા હતા, જેમાં કીર્તિદાનના ગરબાની રમઝટમાં ડોલર ઊડ્યા હતા. ત્યાર બાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શૅર કર્યા હતા. અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ગુજરાતીઓએ ડોલરનો વરસાદ કરાયો હતો.અત્રે નોંધનીય છે કે કીર્તિદાનનો પહેલો શો અમેરિકાના શિકાગોમાં થયો હતો. ત્યાર બાદ તેઓ ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યૂજર્સી વગેરે જગ્યાએ શો યોજશે એવું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.