પ્રથમ ગુજરાતી:અમેરિકામાં લોકગાયક કીર્તિદાન ગઢવીને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત, US વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીર્તિદાન ગઢવી ગુજરાતના એકમાત્ર લોકગાયક છે જેમને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત થયો છે - Divya Bhaskar
કીર્તિદાન ગઢવી ગુજરાતના એકમાત્ર લોકગાયક છે જેમને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત થયો છે
  • કીર્તિદાન ગઢવી ગુજરાતના એકમાત્ર લોક ગાયક છે જેઓ US વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે
  • US વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના ફાઉન્ડર અને CEO દ્વારા કીર્તિદાન ગઢવીને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનું સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરાયો

રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના જાણીતા લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે છે. લોકડાયરાના ક્ષેત્રમાં તેઓ 16 સપ્ટેમ્બરથી અમેરીકામાં ધૂમ મચાવી રહ્યા છે. સાથે તેમણે ગુજરાતની ગરીબ દીકરીઓ માટે USમાં 'લાડકી પ્રોજેક્ટ' લોન્ચ કર્યો છે જેમાં એક મહિનામાં 2 કરોડ એકત્ર કર્યા છે તેમના આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ તેમને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત થયો છે આ સાથે તેમને US વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

ધર્મપત્ની અને પુત્રી સાથે એવોર્ડ સ્વીકારતા કકિર્તીદાન ગઢવી અને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન અમેરિકાના ફાઉન્ડર મિહિર બ્રહ્મભટ્ટ
ધર્મપત્ની અને પુત્રી સાથે એવોર્ડ સ્વીકારતા કકિર્તીદાન ગઢવી અને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન અમેરિકાના ફાઉન્ડર મિહિર બ્રહ્મભટ્ટ

અમેરિકા સ્થિત ન્યુજર્સી ખાતે એવોર્ડ એનાયત કરાયો
ઉલ્લેખનીય છે કે કીર્તિદાન ગઢવી ગુજરાતના એકમાત્ર લોકગાયક છે જેમને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત થયો છે અને તેઓ US વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 19 નવેમ્બર એટલે કે દેવ દિવાળીના રોજ અમેરિકા સ્થિત ન્યુજર્સી ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર અને સીઈઓ મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા હજારો ભારતીય નાગરિકોની હાજરીમાં ઉપસ્થિત અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ વિખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનું સર્ટિફિકેટ અને એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને તેમને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન અમેરિકાના ફાઉન્ડર મિહિર બ્રહ્મભટ્ટે કીર્તિદાન ગઢવીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

કીર્તિદાન ગઢવી ગુજરાતના એકમાત્ર લોકગાયક છે જેમને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત થયો છે
કીર્તિદાન ગઢવી ગુજરાતના એકમાત્ર લોકગાયક છે જેમને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત થયો છે

વિદેશમાં કિર્તીદાન ગઢવી દ્વારા 33થી વધુ પ્રોગ્રામ રજૂ
કિર્તીદાન ગઢવી દ્વારા વિદેશની ધરતી પર 33થી વધુ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા છે. તેમજ દીકરીઓ માટે અનેક આવનારા દિવસોમાં યોજનો થકી વિશ્વભરની દીકરીઓને પગભર કરવાનું આયોજન કરી રહ્યા છે. જેથી સમગ્ર ગુજરાત અને ભારત દેશનું ગૌરવ એવા કીર્તિદાન ગઢવીને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા તે ખુબ જ આનંદ અને ગૌરવ વાત છે.

વિદેશની ધરતી પર કિર્તીદાન ગઢવી દ્વારા 33થી વધુ પ્રોગ્રામ રજૂ
વિદેશની ધરતી પર કિર્તીદાન ગઢવી દ્વારા 33થી વધુ પ્રોગ્રામ રજૂ
ગુજરાતીઓ લોકડાયરના કાર્યક્રમમાંકીર્તીદાન પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો.
ગુજરાતીઓ લોકડાયરના કાર્યક્રમમાંકીર્તીદાન પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો.

US વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન શું છે?
વિશ્વભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન મોખરે સ્થાન ધરાવે છે. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ઘણાંજ જુદા જુદા ક્ષેત્રે કામ કરી રહી છે. જેમાં અનેક કેટેગરીનો સમાવેશ થાય છે. જેમ કે વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ, ગ્લોબલ આઇકોન, ઇન્સ્પાયરિંગ હ્યુમન, કિડ્સ વર્લ્ડ રેકોર્ડ, બ્રાન્ડ પ્રમોશન સ્ટ્રેટેજી,એમ્પ્લોયમેન્ટ એંગેજ સ્ટ્રેટેજી, ટુરિઝમ પ્રમોટ,પ્રોડક્ટ લોન્ચ જેવી અનેક સર્વિસ આપવામાં આવે છે. ઉપરાંત, તે એવા લોકોને પણ સન્માનિત કરે છે જેઓ તેમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાં સમાજની સુધારણા માટે યોગદાન આપે છે.

ગુજરાતીઓ સહિત ભારતીયોને કીર્તિદાન ગઢવીએ ગરબામાં રમઝટ બોલાવી દીધી.
ગુજરાતીઓ સહિત ભારતીયોને કીર્તિદાન ગઢવીએ ગરબામાં રમઝટ બોલાવી દીધી.

કીર્તીદાનને મળેલા અવૉર્ડ્સ

  • ચાર વખત બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ) અવૉર્ડથી સન્માનિત
  • વર્ષ 2015ના પ્રિય કલાકાર ભારત માટે એમટીવી એશિયા અવૉર્ડ તરીકે એનાયત કરાયો
  • શ્રેષ્ઠ ગુજરાતી પ્લેબેક સિંગરનો અવૉર્ડ
  • તેમનાં બે ગીતો વીર હમીરજી ફિલ્મના “ઓસ્કાર” માટે નામાંકિત થયાં હતાં
  • વર્ષ 2013માં સર્વશ્રેષ્ઠ લોકસિંગર તરીકે અવૉર્ડ મળ્યો
  • છેલ્લાં 17 વર્ષથી બેસ્ટ નવરાત્રિ શો કરવા બદલ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં પણ નામ હાંસલ કર્યું
  • જામનગરમાં લોકડાયરો નામના મ્યુઝિકલ ભજન શોમાં લોકોએ તેમના પર રૂ .4.85 કરોડ ઉડાડ્યાનો રેકોર્ડ બનાવ્યો હતો
  • શ્રી નારાયણ સ્વામી અવૉર્ડથી નવાજવામાં આવ્યા
  • મોરારિબાપુ દ્વારા મોગલ શક્તિ અવૉર્ડ આપવામાં આવ્યો
અન્ય સમાચારો પણ છે...