તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી શરૂઆત:31 ડિસેમ્બરથી રાજકોટ જેલમાં FM રેડિયો ગુંજશે, કેદીઓ રેડિયો જોકી બનશે, બેરેકમાં સ્પીકર ફીટ કરાયા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જેલમાં 31 ડિસેમ્બરે FM રેડિયો શરૂ થશે (જેલની ફાઈલ તસવીર) - Divya Bhaskar
રાજકોટ જેલમાં 31 ડિસેમ્બરે FM રેડિયો શરૂ થશે (જેલની ફાઈલ તસવીર)
  • એનાઉન્સમેન્ટ સિસ્ટમથી મહત્વની જાહેરાત જેલ સત્તાવાળાઓ કેદીઓ સુધી પહોંચતી કરશે

રાજકોટ સેન્ટ્રલ જેલમાં 31 ડિસેમ્બરથી રેડિયો ગુંજી ઉઠશે. જેલની દરેક બેરેક અને યાર્ડમાં સ્પીકર સિસ્ટમ ફીટ કરી દેવામાં આવ્યા છે. રાજ્યની જેલના એડિશનલ DG રાવના હસ્તે FM રેડિયો સિસ્ટમ ખુલ્લી મૂકવામાં આવશે તેવું SP બન્નો જોશીએ જણાવ્યું છે. રેડીયો FM લોકલ FM સાથે ટાઈઅપથી શરૂ થઈ રહ્યું છે. FM સાથે એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ જોડાયેલી રહેશે. પ્રથમ તબક્કે પાંચ જેટલા કેદીઓને રેડિયો જોકીની તાલીમ આપવામાં આવી છે.

કાર્યક્રમોમાં વચ્ચે વચ્ચે જેલ સંબંધી માહિતી પ્રસ્તુત કરાશે
કેદીઓ ગીતોની પ્રસ્તુતિ પૂર્વે વિવરણ કરશે. કાર્યક્રમોમાં વચ્ચે વચ્ચે જેલ સંબંધી માહિતી અને તેમના જેલ જીવનની રસસભર વાત પ્રસ્તુત કરશે. એનાઉન્સમેન્ટ સિસ્ટમથી મહત્વની જાહેરાત જેલ સત્તાવાળાઓ કેદીઓ સુધી પહોંચતી કરશે. અમદાવાદ જેલમાં ગયા મહિને આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ત્યારબાદ રાજકોટમાં આ સુવિધા 31મી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે.

હાલ આ કાર્યક્રમ જેલ પુરતો રાખવામાં આવશે
બન્નો જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, બરોડા, સુરત જેલમાં પણ નજીકના દિવસોમાં જ FM ગુંજતુ થઈ જશે. કેદીઓના મનોરંજન માટે આ મહત્વનો નિર્ણય છે. આ કાર્યક્રમ હાલમાં જેલ પુરતો સિમિત રહેશે. ભવિષ્યમાં ફુલફલેજ્ડ કાર્યક્રમ તમામ શ્રોતાઓ માટે પ્રસારીત કરવાની ગણતરી છે. હાલમાં લોકલ FM જેલમાં પણ ગુંજશે. સાથે સાથે જેલના કેદીઓની પ્રસ્તુતિ જેલ પુરતી કરવાનું આયોજન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો