ભગવાનની પૂજા મોંઘી બની:રાજકોટમાં દિવાળીના તહેવારોમાં ફૂલબજારમાં ફૂલો ખીલ્યા પણ ભાવ સંભાળીને લોકોના ચહેરા મુરજાયા, ગુલાબ, ગલગોટામાં 40થી 50%નો ભાવવધારો

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટની ફૂલ બજારમાં લોકોનો ધસારો વધ્યો.
  • તાઉતે વાવાઝોડુ અને વધુ પડતા વરસાદથી ફૂલની ખેતીને મોટુ નુકસાન પહોંચતા અછત ઉભી થઇ

દિવાળીના તહેવારો શરૂ થઇ ચૂક્યા છે. ત્યારે રાજકોટની ફૂલ બજારમાં લોકોનો ધસારો વધ્યો છે. આથી ફૂલના વેપારીઓના ચહેરા પર ખુશી ખીલી ઉઠી છે. પરંતુ આ વર્ષે તાઉતે વાવાઝોડુ અને વધુ વરસાદને કારણે ફૂલની ખેતીને મોટુ નુકસાન પહોંચ્યું છે. જેના કારણે ગુલાબ, ગલગોટા સહિતના ફૂલના ભાવ 40થી 50 ટકા વધતા લોકોના ચહેરા મુરજાયા છે. બે વર્ષ બાદ લોકો દિવાળી ધૂમધામથી ઉજવવાના મૂડમાં છે ત્યારે મોઘવારી પણ લોકો દઝાડી રહી છે.

ધનતેરસથી લાભપાંચમ સુધી ફૂલોની માગ રહે છે
ધનતેરસથી લાભપાંચમ સુધી મુહૂર્ત પૂજનમાં ફૂલોની માંગ સૌથી વધુ હોય છે. તેમાં પણ ગલગોટા અને ગુલાબના ફૂલની માંગ વિશેષ રહે છે. જેને લઈને રાજકોટની રામનાથપરાની ફૂલ બજારમાં લોકોની ભીડ જામી છે. જોકે આ વખતે ફૂલોના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારોમાં લોકો દેવી દેવતાઓની પૂજા અર્ચના કરે છે અને ફૂલહાર ચડાવી આરાધનામાં લીન બને છે. જેને લઈને દિવાળીના તહેવારોમાં ફૂલોની માગમાં વધારો જોવા મળે છે. આ વખતે એક તરફ દરેક ચીજવસ્તુના ભાવમાં મોંઘવારી નડી છે. ત્યારે ફૂલના ભાવમાં પણ 40થી 50 ટકાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે.

ભાવ સાંભળીને જ લોકોના ચહેરા ઉતરી જાય છે.
ભાવ સાંભળીને જ લોકોના ચહેરા ઉતરી જાય છે.

ફૂલની અછતના કારણે ભાવ વધ્યાઃ ફૂલ બજારના ઉપપ્રમુખ
રામનાથપરા ફૂલ બજારના ઉપપ્રમુખ હિમાંશુ કાનગડે જણાવ્યું હતું કે, આ વર્ષે ફૂલના ભાવમાં ઘણો વધારો છે. જેની પાછળનું કારણ છે કે, તાઉતે અને વધુ પડતો વરસાદ. જેના કારણે ફૂલની ખેતીમાં નુકસાની પહોંચી છે આથી ભાવ વધ્યા છે. ગુલાબમાં એવરેજ ભાવ હોય તેનાથી 40થી 50 ટકાનો ભાવ વધારો છે. ગલગોટા અને અન્ય ફૂલમાં પણ કોસ્ટ ઓફ પ્રોક્શન વધ્યું છે. જેનાથી ભાવ વધારો ક્યાક બમણો છે, ક્યાંક 50 ટકા છે. આ વર્ષે ફૂલની અછત પણ ઘણી છે. દર વર્ષે જે આવક હોવી જોઇએ પણ આ વર્ષે ફૂલની ખેતીમાં ઘણી નુકસાની આવી છે. આ વર્ષે દિવાળીએ ફૂલનો વેપાર ખૂબ સારો ચાલી રહ્યો છે. લોકોનો પ્રતિસાદ સારો છે પણ મટિરિયલ્સની ક્વોલિટી સારી આવતી નથી.

ગલગોટા અને ગુલાબના ભાવમાં 40થી 50 ટકાનો ભાવવધારો.
ગલગોટા અને ગુલાબના ભાવમાં 40થી 50 ટકાનો ભાવવધારો.
રામનાથપરા ફૂલ બજારના ઉપપ્રમુખ હિમાંશુ કાનગડ.
રામનાથપરા ફૂલ બજારના ઉપપ્રમુખ હિમાંશુ કાનગડ.
અન્ય સમાચારો પણ છે...