મેઘ મહેર:રાજકોટની આજી નદીમાં પૂર, જૂનાગઢના દામોદર કુંડમાં વરસાદનું પાણી વહેતું થયું

રાજકોટ2 વર્ષ પહેલા
જૂનાગઢના દામોદર કુંડમાં વરસાદી પાણી.

રાજકોટમાં આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે પસાર થયા બદા મોડી સાંજે ધાધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં ઉપરવાસમાં ભારે વરસાદથી આજી નદીમાં પૂર આવ્યું હતું. જેથી રામનાથ મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.

બીજી તરફ ગીરનારમાં પણ ભારે વરસાદને પગલે દામોદર કુંડમાં પાણી વહેતા થયા હતાં. મુક્તેશ્વર મહાદેવ અને તિલકેશ્વર મહાદેવ મંદિરમાં પણ વરસાદના પાણી ફરી વળ્યાં હતાં.

મોરબીમાં વીજળી પડી
મોરબીના વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક-1માં રહેતા કાસમભાઇ આદમભાઇ પઠાણના બે માળનાં મકાન પર વીજળી પડી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. મકાનમાં નુકસાન થયું છે.

આટકોટમાં ધોધમાર વરસાદ
આટકોટમાં એક કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં અંદાજે બે ઈંચ વરસાદ પડ્યો હોવાની શક્યતા છે. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. રસ્તા ઉપર હાઇસ્કૂલ રોડ, પંચાયત રોડ ઉપર પાણી વહેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...