તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટ વધી પરંતુ WI-FI નહીં, શોપિંગ સુવિધા ન મળતા ટોપ-10માંય સ્થાન ન મળ્યું

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • મુસાફરો પોતાનો માલસામાન જાતે ઊંચકીને ગયા: રાજકોટ એરપોર્ટ 19મા સ્થાને રહ્યું

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશના 57 ડોમેસ્ટિક એરપોર્ટ અંગે એક સરવે કર્યો હતો.જેમાં એવું તારણ નીકળ્યું છે કે, રાજકોટ એરપોર્ટ પર મુસાફરોને શોપિંગ, વાઈફાઈ જેવી પ્રાથમિક સુવિધા મળી નથી.આ સિવાય રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટ તો આવી પરંતુ કઈ ફ્લાઈટ ક્યારે આવી અને ક્યારે ઉડાન ભરશે તેની જાણકારી સ્ક્રીન પર મળી નથી. એટલું જ નહિ મુસાફરોને વાઈફાઈ, શોપિંગની સુવિધા આપવામાં રાજકોટ એરપોર્ટ ઊણું ઉતર્યું છે. જુલાઈથી ડિસેમ્બર 2019 અને જુલાઈથી ડિસેમ્બર 2020ના સમય માટે મળતી સુવિધાનો સરવે કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત મુસાફરોને પોતાનો માલ સામાન લઈ જવા માટે ટ્રોલીની પૂરતી ઉપલબ્ધતા હોતી નથી પરિણામે મુસાફરોને પોતાનો માલ સામાન જાતે ઊંચકવો પડે છે આમ સુવિધા આપવા બાબતે રાજકોટ એરપોર્ટ સમગ્ર દેશમાં છેક 19મા ક્રમે આવે છે. એરપોર્ટ પર મુસાફરોને પ્રાથમિક સુવિધા નહીં મળવાથી તે અંગે મુસાફરોએ અસંતોષ વ્યક્ત કર્યો છે.

રાજકોટથી દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદ જવા માટે મુસાફરોની સંખ્યા વધી રહી છે. મુસાફરોની સંખ્યા વધતા એક પછી એક એરલાઇન્સ નવી નવી ફ્લાઇટ શરૂ કરી રહી છે. જેને કારણે એક જ માસમાં ફ્લાઈટની ફ્રીક્વન્સી વધી રહી છે.

વાઈ ફાઈની સુવિધા નહીં મળતા સૌથી વધુ માર્ક કપાયા

સુવિધા2020માં માર્ક2019માં માર્કવધઘટ
ચેક ઈન સ્ટાફની કાર્યદક્ષતા4.424.450.003
સ્ક્રીન પર ફ્લાઇટના આવન4.384.410.03

જાવનની મળતી જાણકારી

એરપોર્ટ સ્ટાફનું મુસાફરો સાથે વર્તન4.414.240.017
રેસ્ટોરન્ટની સુવિધા4.524.450.07
ખાદ્યપદાર્થોની વસૂલાતી કિંમત4.374.440.07
ઈન્ટરનેટ અને વાઈફાઈની સુવિધા4.214.380.017
માલ સામાનની ડિલિવરી મળવાની સ્પીડ4.44.430.03
શોપિંગ સુવિધા4.414.460.05
પ્રતીક્ષાખંડમાં મળતી સુવિધા4.484.520.04
ટ્રોલીની ઉપલબ્ધતા4.334.380.05
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો