રાહત:16 જાન્યુઆરીથી બેંગ્લોરની ફ્લાઈટ ડેઈલી ઉડાન ભરશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાલ રદ થયેલી મુંબઇની ફ્લાઇટ નિયમિત થશે

રાજકોટ એરપોર્ટ પર અત્યારે દિલ્હી- મુંબઈ-ગોવા અને સુરતની ફ્લાઇટ ડેઈલી ઉડાન ભરી રહી છે. ત્યારે હવે ડેઈલી ફ્લાઇટ સેવામાં વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે. રાજકોટ એરપોર્ટથી હવે 16 ફેબ્રુઆરીથી બેંગ્લોર જવા માટે ડેઈલી ફ્લાઈટ ઉડાન ભરશે. હાલ સપ્તાહમાં ત્રણ દિવસ જ આ ફ્લાઈટ ઉડાન ભરે છે, તો 15 દિવસ માટે રદ કરાયેલી વહેલી સવારની રાજકોટ-મુંબઈની ફ્લાઈટ 16 જાન્યુઆરીથી નિયમિત ઉડાન ભરશે તેમ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું.

ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી ન મળતા તેમજ પૂરતા પેસેન્જર નહિ મળતા હાલ રાજકોટ એરપોર્ટથી સવારે મુંબઈ માટે ઉડાન ભરતી ફ્લાઈટ 16 જાન્યુઆરી સુધી કેન્સલ કરવામાં આવી છે. હાલ રાજકોટ બેંગ્લોરની ફ્લાઇટની મંગળવારે, ગુરુવાર અને શનિવારે એમ ત્રણ દિવસ માટે કનેક્ટિવિટી મળી રહી છે. અત્યારે આ ફ્લાઈટ સાંજે 4.40 કલાકે આવે છે અને સાંજે 5.10 કલાકે ટેક ઓફ થાય છે.

અન્ય સમાચારો પણ છે...